MI vs KKR : વેંકટેશ અય્યરની સદી પર ઈશાન કિશન- સુર્યા ભારે પડ્યા, મુંબઈની આસાન જીત
આઈપીએલમાં આ દિવસોમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલા રોમાંચક મેચમાં મુંબઈએ 5 વિકેટે જીત મેળવી છે. આ મેચમાં પહેલા વેંકટેશ અય્યરની ધમાકેદાર સદી જોવા મળી, જો કે તેની સદી પર ભારે પડતા ઈશાન કિસન અને સુર્યકુમાર યાદવે મુંબઈને 5 વિકેટે જીત અપાવી દીધી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા કેકેઆરની શરૂઆત ખરાબ રહી હતી. KKRના ઓપનર ગુરબાજ અને જગદીસન 8 અને 0ના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. આગળ જતા કેપ્ટન નીતિશ રાણા માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગયો.

ત્રણ વિકેટ બાદ વેંકટેશ ઐય્યરે મોરચો સંભાળ્યો અને ધમાકેદાર બેટિંગ કરતા 23 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ પછી તેને ધમાલ યથાવત રાખતા સદી ફટકારી અને 51 બોલમાં 104 રન ફટકારાય KKR માટે આ 15 વર્ષ બાદ કોઈ બેટ્સમેનની સદી આવી છે. બ્રેન્ડન મેક્કુલમે પ્રથમ સિઝનમાં સદી ફટકારી હતી.
KKR તરફથી લોઅર ઓર્ડરમાં આન્દ્રે રસેલે અણનમ 21 રન બનાવ્યા હતા. આ રીતે KKRએ 6 વિકેટે 185 રનનો મોટો સ્કોર બનાવ્યો. જો કે તે પણ ઓછો પડ્યો.
બીજી ઈનિગ્સમાં મુંબઈ માટે રોહિત શર્મા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો અને ઈશાન કિશન સાથે મળીને પ્રથમ વિકેટ માટે 65 રન બનાવ્યા. રોહિત શર્મા 13 બોલમાં 20 રન બનાવીને આઉટ થયોપરંતુ ઈશાન કિશને તોફાની બેટિંગ જારી રાખતા 25 બોલમાં 58 રન બના ફટકારી ટીમની જીતનો રસ્તો બનાવી દીધો.
ઈશાન કિશનના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ મોરચો સંભાળ્યો. બંનેએ સાથે મળીને તોફાની બેટિંગ કરતા બોલિંગ આક્રમણને નબળુ પાડી દીધુ. અહીં સૂર્યાએ 25 બોલમાં 43 રન બનાવ્યા અને તિલક વર્માએ 30 અને ડેવિડે 24 રન જોડ્યા. આ રીતે મુંબઈએ 14 બોલ બાકી રહેતા 5 વિકેટે 186 રન બનાવીને મેચ જીતી લીધી. KKR તરફથી સુયશ શર્માએ 2 વિકેટ ઝડપી હતી.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
