સરદાર પટેલની જયંતિ પર લોન્ચ થશે Mera Yuva Bharat, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત
Mera Yuva Bharat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ રેડિયો પર પ્રસારિત થતા માસિક કાર્યક્રમ મન કી કાર્યક્રમમાં યુવાઓના એક રાષ્ટ્રવ્યાપી સંહઠનનું લોન્ચિગ કરવાનું એલાન કર્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિના પ્રસંગે શરૂ થઇ રહેલા સંગઠનનું નામ મેરા યુવા ભારત અથવા MYIndia હશે.
મન કી બાત કાર્યક્રમના 106મા એપિસોડમાં આની જાહેરાત કરતા વડાપ્રધાન મોદીએ દેશના યુવાનોને તેમાં જોડાવા માટે ટિપ્સ પણ આપી છે. તેમણે દેશના યુવાનોને તેમાં જોડાવા આહ્વાન કર્યું છે અને કહ્યું છે કે, વિકસિત ભારતના નિર્માણમાં યુવા શક્તિને એક કરવાનો આ એક અનોખો પ્રયાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 31મી ઓક્ટોબરે એક ખૂબ જ મોટા દેશવ્યાપી સંગઠનનો પાયો નાખવામાં આવી રહ્યો છે અને તે પણ સરદાર સાહેબની જન્મજયંતિ પર. આ સંગઠનનું નામ છે - મેરા યુવા ભારત એટલે કે MYBharat. MY ભારત સંસ્થા ભારતના યુવાનોને વિવિધ રાષ્ટ્ર નિર્માણ કાર્યક્રમોમાં સક્રિય ભૂમિકા ભજવવાની તક પૂરી પાડશે. વિકસિત ભારતના નિર્માણમાં ભારતની યુવા શક્તિને એક કરવાનો આ એક અનોખો પ્રયાસ છે.
યુવાનોને MYBharat પર નોંધણી કરાવવા અપીલ - આ સાથે વડાપ્રધાને મેરા યુવા ભારત વેબસાઈટ વિશે પણ જણાવ્યું છે અને આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવા અને વિવિધ કાર્યક્રમો માટે સાઈન અપ કરવા પણ જણાવ્યું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, હું યુવાનોને વિનંતી કરીશ, હું વારંવાર વિનંતી કરીશ કે મારા દેશના તમામ યુવાનો, તમે મારા દેશના તમામ પુત્રો અને પુત્રીઓ, MYBharat.Gov.in પર નોંધણી કરો અને વિવિધ કાર્યક્રમો માટે સાઇન અપ કરો.
MYBharat.Gov.in એ સંપૂર્ણપણે યુવાનોની સુવિધા માટે રચાયેલું પ્લેટફોર્મ છે. MY Bharat પર યુવા અથવા ભાગીદાર તરીકે નોંધણી કરવાનો વિકલ્પ છે. આ માટે 15 થી 29 વર્ષની વય વચ્ચેના તમામ યુવા નાગરિકો રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
યુવાનો જે પણ કાર્ય સાથે સંકળાયેલા હોય, તેમને આ દ્વારા સકારાત્મક વ્યક્તિત્વ વિકસાવવાની અદ્ભુત તક આપવામાં આવી રહી છે. અહીં યુવાનો તેમની વ્યાવસાયિક કુશળતા વિકસાવી શકે છે અને યુવા નેતૃત્વ તેમજ સમુદાયની સંડોવણીની શક્યતાઓ વિશે શીખી શકે છે.
તે રાષ્ટ્રીય મહત્વની પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની તક પણ પૂરી પાડે છે. 31 ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે અને આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
