કોણ છે કોરિયાની રાણી? અયોધ્યામાં જેમના સ્મારકનું ઉદ્ઘાટન કરશે યોગી
કોણ છે કોરિયાની રાણી? અયોધ્યામાં જેમનું સ્મારક બનશે
દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા કિમ જુંગ સુક ભારતના પ્રવાસ પર છે. આવું પહેલી વાર બન્યું જ્યારે તેઓ પોતાના પતિ અને રાષ્ટ્રપતિ મૂન જે ઈન સાથે વિદેશના પ્રવાસે ન ગયાં હોય. કિંમ જુંગ સુક પોતાના ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાની મુલાકાતે જશે. 6 નવેમ્બરે તેઓ અયોધ્યામાં દીપોત્સવ મનાવશે અને એ કાર્યક્રમમાં કિમ જુંગ સુક મુખ્ય અતિથિ હશે. કાર્યક્રમની આગેવાની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. દક્ષિણ કોરિયાની સાથે અયોધ્યાનો સદીઓ જૂનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ઈતિહાસમાં આના સંકેત મળે છે કે રામ નગરી અયોધ્યાની એક રાણી દક્ષિણ કોરિયાની મહારાણી બની અને લગભગ 2 હજાર વર્ષે એમણે અહિં રાજ કર્યું. રાણીનું નામ સુરીરત્ના હતું.

શું કહે છે ઈતિહાસ
કોરિયાઈ ભાષામાં સુરીરત્ના નામ હ્યો હ્યાંગ-ઓક હતું. જેને કોરિયાના કારક વંશજ સાથે જોડાયેલ જણાવવામાં આવે છે. આ વંશજના લોકો કિમ્હેના રહેવાસી હતા. કિમ્હે પુસાનની નજીક હતું જેને આજે બુસાન નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ કોરિયામાં વસ્તીના હિસાબે રાજધાની સિયોલ બાદ બુસાનનું જ નામ આવે છે. વર્ષ 2000 ફેબ્રુઆરીમાં કિમ્હેના મેયરની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ અયોધ્યા આવ્યું. પ્રતિનિધિમંડળનો દાવો હતો કે કારક વંશની રાણી હ્યાંગ-ઓકના લગ્ન આ વંશના સંસ્થાપક કિમ સુરો સાથે થયાં હતાં અને રાણી હ્વાંગ-ઓકનો જન્મ અયોધ્યામાં થયો હતો.

આ માટે સ્મારક બનાવાયું
મેયરની આગેવાનીવાળા પ્રતિનિધિમંડળે અયોધ્યાને કિમ્હે શહેરની જેમ વિકસિત કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. આ આધાર પર રાણી હ્વાંગ-ઓકની યાદમાં અયોધ્યામાં એક સ્મારક બનાવવાની યોજના બની. માર્ચ 2001માં સ્મારકને લીલી ઝંડી આપતા પ્રસ્તાવ પર હસ્તાક્ષર થયા અને કેટલાક દિવસો બાદ સરયૂ નદીના તટ પર તેનું નિર્માણ સંપન્ન થઈ ગયું. દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા આ સ્મારકના ઉદ્ઘાટન માટે 6 નવેમ્બરે અયોધ્યા પહોંચી રહ્યાં છે. કોરિયન ઈતિહાસ જણાવે છે કે 16 વર્ષની ઉંમરમાં સુરીરત્ના દક્ષિણ કોરિયા ચાલ્યા ગયાં હતાં. અયોધ્યાના રાજા અને સુરીરત્નાના પિતાએ પોતાની દીકરીને કોરિયા મોકલી. જેની પાછળ એના એક સપનાને કારણ બતાવવામાં આવી રહ્યું છે. સુરીરત્નાની સાથે એના ભાઈ અને તત્કાલીન અયોધ્યાના રાજકુમાર પણ ગયા. કોરિયન સંશોધકો મુજબ સુરીરત્ના 48 ઈસા પૂર્વે કોરિયા પહોંચી હતી. ત્યાંના તત્કાલીન રાજા કિમ-સુરોએ કોરિયા પહોંચવા પર તેમનું સ્વાગત કર્યું. બંનેએ લગ્ન કર્યાં અને આગળ જઈને કારક વંશની સ્થાપના કરી. રાજા કિમ સુરો સુરીરત્નાને એટલા પસંદ કતા હતા કે એમની યાદમાં પહેલી વાર બંને જ્યાં મળ્યાં હતાં ત્યાં મંદિરનું નિર્માણ કરાવ્યું.

189 વર્ષ જીવ્યાં હતાં રાણી
સુરીરત્નાનો ઉલ્લેખ અતિ પ્રાચીન કોરિયન ગ્રંથ સાંગયુક યુસામાં પણ મળે છે. આ ગ્રંથને સાંગયુક સકી પણ કહે છે. જેનો અર્થ છે ત્રણ સામ્રાજ્યની યાદનું વિવરણ. સુરીરત્ના કે હ્વાંગ-ઓક વિશે કહેવામાં આવે છે કે તેઓ 189 વર્ષ સુધી જીવ્યાં હતાં. એમના મૃત્યુ બાદ કિમ્હેમાં એક સ્મારક બનાવવામાં આવ્યું. રાણીની યાદમાં સ્મારકની ઠીક સામે એક વિરાટ શિલાલેખ પણ લાગ્યો છે. શિલાલેખ વિશે કહેવાય છે કે તેને સુરીરત્ના અયોધ્યાથી દક્ષિણ લઈ ગયાં હતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
