મેહુલ ચોક્સીએ ગર્લફ્રેડને પણ આપ્યો દગો, ગિફ્ટ કરી હતી નકલી ડાયમંડ રિંગ
પંજાબ નેશનલ બેંકમાંથી 13000 કરોડ રૂપિયાથી વધુની રકમ લઈને દેશમાંથી ભાગી ગયેલા ડાયમંડ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી હાલમાં કેરેબિયન દેશ ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે. તે મેના અંતમાં એન્ટિગુઆથી ડોમિનિકા આવ્યો હતો. એન્ટિગુઆ પીએમએ ખ
પંજાબ નેશનલ બેંકમાંથી 13000 કરોડ રૂપિયાથી વધુની રકમ લઈને દેશમાંથી ભાગી ગયેલા ડાયમંડ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સી હાલમાં કેરેબિયન દેશ ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે. તે મેના અંતમાં એન્ટિગુઆથી ડોમિનિકા આવ્યો હતો. એન્ટિગુઆ પીએમએ ખુલાસો કર્યો હતો કે મેહુલ ચોક્સી તેની ગર્લફ્રેન્ડ બારબરા જબરિકા સાથે રોમેન્ટિક ડેટ પર ગયો હતો. દરમિયાન, મેહુલની ધરપકડ કરવા બારબરાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ બહાર આવ્યું હતું. પણ હવે ખુદ બારબરાએ ઘણાં ખુલાસા કર્યા છે. બારબરા કહે છે કે મેહુલે તેના પ્રેમમાં તેની સાથે છેતરપિંડી કરી હતી.

પોતાનું નામ રાજ જણાવ્યુ હતુ
બારબરાએ જણાવ્યું કે મેહુલ ચોક્સી તેની સાથે ફ્લર્ટ કરતો હતો અને તેણે તેની ઓફિસમાં કિસ કરવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં મેહુલે તેના ગ્રાહકોની જેમ નકલી હીરાની વીંટી અને ગળાનો હાર બારબરાને આપ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે મેહુલે બારબરાને તેનું નામ રાજ કહ્યું હતું. ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં બારબરાએ જણાવ્યું હતું કે તેણે રાજ નામ કહીને મિત્ર બનાવી હતી અને પછી નકલી રિંગ આપીને પ્રપોઝ કર્યુ હતુ.

બારબરાને મનાવવા વોટ્સએપમાં કર્યા હતા મેસેજ
બારબરાએ ઈન્ડિયા ટુડે સાથે તેની વોટ્સએપ ચેટ પણ શેર કરી હતી. આમાં બારબરાએ મેહુલ ચોક્સીનો નંબર રાજ ન્યૂ તરીકે સેવ કર્યો હતો. વોટ્સએપ ચેટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે મેહુલ બારબરાને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, ડોમિનિકા પોલીસને પૂછપરછ દરમિયાન મેહુલ ચોક્સીએ બારબરાને ફક્ત એક મિત્ર કહી હતી, જેની સાથે તે હંમેશાં સવારે ચાલવા જતો હતો.

મેહુલના અપહરણમાં મારો હાથ નહી
બારબરાએ જણાવ્યું હતું કે મેહુલ ચોક્સીના અપહરણમાં સામેલ લોકોના તેના નામ બાદ તેનો આખો પરિવાર તણાવમાં છે. બારબરાએ કહ્યું કે મેહુલને અપહરણ કરવાની તેની પાસે ઘણી તકો હતી પરંતુ તે આવુ ન કર્યુ. બારબરા ઘણા મેસેજ બતાવે છે જેમાં તેમના સંબંધો વિશે માહિતી ઉપલબ્ધ છે.

આલિશાન જીંદગી જીવે છે બારબરા
મેહુલ ચોક્સીની ગર્લફ્રેન્ડ કહેવાતી બારબરા ખૂબ જ હોટ છે અને ખૂબ જ વૈભવી જીવન જીવે છે. જો તમે બારબરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર નાખો તો તેને સમુદ્ર ગમે છે. તે યાટ દ્વારા દરિયાની મોજાઓ પર મસ્તી કરતી રહે છે. તેણે બુડાપેસ્ટની એક મોંઘી હોટલની તસવીરો પણ પોસ્ટ કરી છે. એક ફોટામાં, બારબર હેલિકોપ્ટરમાં બેસેલી જોવા મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
