Meghalaya : કોનરાડ સંગમાએ સરકાર બનાવવા દાવો કર્યો, 7 માર્ચે શપથ લઈ શકે
મેઘાલયના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કોનરાડ સંગમાએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા 32 ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે.
નવી દિલ્હી : ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સરકાર બનાવવા માટે પાર્ટીઓએ દાવા રજુ કર્યા છે. મેઘાયલમાં એનસીપી પ્રમુખ કોનરાડ સંગમાએ રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મુલાકાત કરીને રાજ્યમાં સરકાર બનાવવા માટે દાવો રજુ કર્યો છે.

મેઘાલયના સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કોનરાડ સંગમાએ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરતા 32 ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સુપરત કર્યો છે. બીજી તરફ મેઘાલય ભાજપના પ્રમુખ અર્નેસ્ટ માવરીએ દાવો કર્યો છે કે, કોનરાડ સંગમા 7 માર્ચે મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. અહીં પીએમ મોદી પણ હાજર રહે તેવી શક્યતા છે.
કોનરાડ શર્માએ રાજયપાલને મળવા જતા પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ બહુમતી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપે અમને પહેલાથી જ સમર્થન આપ્યું છે. રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો કર્યા પછી સંગમાએ ટ્વીટ કરીને માહિતી આપી કે સરકાર બનાવવા માટે ક્યા પક્ષોએ તેમને સમર્થન આપ્યું છે.
કોનરાડ સંગમાના જણાવ્યા અનુસાર, ગઠબંધન કરીને સરકાર બનાવવા માટે NPP, BJP, HSPDP અને 2 અપક્ષ ધારાસભ્યોએ રાજ્યપાલ ફાગુ ચૌહાણને 32 ધારાસભ્યોની સહી કરેલો સમર્થન પત્ર સોંપ્યો. મેઘાલયમાં ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં કોનરાડ સંગમાની પાર્ટીને બહુમતી મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
