મેઘાલયમાં પણ સરકાર રચવાનો રસ્તો સાફ, આજે રાજ્યપાલ સામે દાવો રજૂ કરશે કોનરાડ સંગમા
ભાજપનુ સમર્થન મળ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી)ના નેતા કોનરાડ સંગમા આજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભામાં ભાજપ ગઠબંધને બાજી મારી લીધી પરંતુ મેઘાલયમાં પેચ ફસાઈ ગયો હતો. અહીં ત્રિશંકુ વિધાનસભા થઈ અને પાર્ટીને બહુમત ના મળ્યો. અટકળો હતી કે મેઘાલયમાં ઘણા દિવસો સુધી બહુમત મેળવવાનો ખેલ ચાલશે પરંતુ હવે સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભાજપનુ સમર્થન મળ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી)ના નેતા કોનરાડ સંગમા આજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
તમને જણાવી દઈએ કે મેઘાલયમાં 60માંથી 59 સીટો પર મતદાન થયુ હતુ. જેમાં બહુમતનો આંકડો 30 છે પરંતુ NPPને માત્ર 26 બેઠકો મળી છે, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીને 11 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 2, કોંગ્રેસને 5 અને TMCને 5 બેઠકો મળી હતી. ત્યારથી કોનરાડ સંગમા બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ જ મામલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ મોરીએ કહ્યુ કે મને મેઘાલયમાં સરકાર બનાવવા માટે NPPને સમર્થન આપવાની સલાહ આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો. તે પછી મે સીએમ કોનરાડ સંગમા સાથે વાત કરી. પાર્ટીએ રાત્રે સંગમાને સમર્થનનો પત્ર પણ સોંપ્યો હતો. જે બાદ તેમણે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો.
2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જોકે કોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તે સમયે કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી, ત્યારબાદ સંગમાની પાર્ટી એનપીપી 19, ભાજપ અને એચએસપીડીપીને બે-બે બેઠકો મળી હતી. જ્યારે UDPને 6 અને PDFને 4 બેઠકો મળી હતી. જો કે, એનપીપીએ ભાજપ અને અન્યો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
