મળો મિઝોરમની સૌથી નાની ઉમરની ખૂબસૂરત MLA ને, ટિકિટ મળી તો લોકોએ મજાક ઉડાવી અને હવે ઇતિહાસ રચ્યો
મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં માત્ર ત્રણ મહિલાઓ ચૂંટણી જીતી છે. રાજ્યમાં આ પ્રથમ વખત બન્યું છે કે એક ચૂંટણીમાં ત્રણ મહિલાઓ જીતી હોય. જોરમ પીપલ્સ મૂવમેન્ટની બેરિલ વેન્નીહસાંગી અને લાલરિનપુઇએ જીત મેળવી છે.
આ સિવાય મિઝો નેશનલ ફ્રન્ટની ઉમેદવાર પ્રોવા ચકમા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાંથી એક બેરીલ વેન્નીહસાંગી સોશિલ મીડિયા પર છવાઈ છે.

બેરિલ વેન્નીહસાંગી મિઝોરમમાં ધારાસભ્ય બનનાર સૌથી યુવા મહિલા છે. તેણી હાલ માત્ર 32 વર્ષની છે. બેરિલે કહ્યું કે, કોઈએ તેને નેતા તરીકે ગંભીરતાથી ન લીધી. પરંતુ વિધાનસભાની ચૂંટણી જીતીને તેમણે લોકોને જવાબ આપી દીધો છે.
બેરીલ વેન્નેહિસાંગીએ લગ્ન કર્યા નથી, તે સિંગલ છે. તેણીએ પોતાની જીતનો શ્રેય રાજ્યની મહિલાઓને આપ્યો છે. બેરીલ વિશે લોકોનું કહેવું હતું કે ફેશન અને મનોરંજનની દુનિયા સાથે જોડાયેલી મહિલાઓ રાજકારણમાં સારી નથી અને ચૂંટણી જીતી શકતી નથી. પરંતુ બેરીલે ચૂંટણી જીતીને સૌથી યુવા મહિલા ધારાસભ્ય બનીને ઈતિહાસ રચ્યો છે.
જોરમ પીપલ્સ મૂવમેન્ટ દ્વારા આ વખતે જ્યારે બેરિલ વેન્નીહસાંગીને ટિકિટ આપવામાં આવી ત્યારે સોશિયલ મીડિયા પર તેણીની મજાક ઉડાવવામાં આવી અને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી.
બેરીલ વેન્નીહસાંગીએ થોડા વર્ષો પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. બેરિલ વેન્નીહસાંગીએ સૌપ્રથમ આઈઝોલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડી અને કાઉન્સિલર બની હતી.
બેરિલ વેન્નીહસાંગીએ પોતાની કારકિર્દીની શરૂઆત રેડિયો જોકી તરીકે કરી હતી. તે પછી તે ટીવી અને મોડલિંગમાં જોડાઈ. બેરિલ વેન્નીહસાંગીએ પ્રારંભિક શિક્ષણ તેમના વતનમાંથી મેળવ્યું અને નોર્થ ઈસ્ટર્ન હિલ યુનિવર્સિટી શિલોંગમાંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે.
બેરીલ વેન્નીહસાંગી એક રાજકારણી તેમજ ટીવી પ્રસ્તુતકર્તા, હોસ્ટ-એન્કર અને રેડિયો જોકી છે. બેરીલ મૂળ મિઝોરમના આઈઝોલની છે. તેના પિતાનું નામ વાનરોચુઆંગ છે.
બેરિલ વેન્નીહસાંગીએ મિઝોરમ આઈઝોલ દક્ષિણ-III મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી અને 1,414 મતોથી ચૂંટણી જીતી. તેણીને કુલ 9,370 મત મળ્યા. આ સિવાય બેરિલ વેન્નીહસાંગી મિઝોરમના સૌથી સુંદર ધારાસભ્ય પણ છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ તેની સુંદરતાની ચર્ચા કરી રહી છે. બેરીલ મોડલ કે હિરોઈનની જેમ સુંદર લાગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
