ટામેટાના વધેલા ભાવ McDonalds ને પણ નડ્યા, ફૂડ મેન્યુમાં ટામેટા સામેલ ન હોવાની નોટીસ લગાવી
આ દિવસોમાં ટામેટા ગૃહીણીઓની કમર તોડી રહ્યા છે. ટામેટાના અચાનક વધી રહેલા ભાવને કારણે માત્ર ગૃહીણીઓ જ પરેશાન છે એવુ નથી. હવે ભારતમાં અગ્રણી ફુડ ચેઈન McDonalds પણ તેનાથી પરેશાન છે.
મેકડોનાલ્ડ્સ ઇન્ડિયાએ તેની ફૂડ આઈટમોમાંથી ટામેટાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ 7 જુલાઈએ એક નિવેદન જારી કરીને ગ્રાહકોને આ બાબતની જાણ કરી છે. મેકડોનાલ્ડ્સે જણાવ્યું કે, તેણે ખરીદીમાં મુશ્કેલીઓને કારણે મેનુમાંથી ટામેટાંને અસ્થાયી રૂપે દૂર કરવાનો નિર્ણય લીધો છે.

મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા ઉત્તર અને પૂર્વ ભારતના પ્રવક્તાએ જણાવ્યું કે, સિઝનલ સમસ્યાઓના કારણે ફૂડ ચેઈન તેના ફૂડ મેનૂમાં ટામેટાંનો સમાવેશ કરવામાં અસમર્થ છે. જો કે કંપનીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે તેના 10 થી 15 ટકા સ્ટોર્સે ટામેટાંનો સમાવેશ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અને દક્ષિણ અને પશ્ચિમમાં ટામેટાંની ઉપલબ્ધતાની કોઈ ગંભીર સમસ્યા નથી.
તેમણે જણાવ્યુ કે, દેશમાં ચોમાસા દરમિયાન માખીઓની સમસ્યા વધી જાય છે અને જો આવું થાય તો ટામેટાંની ઉણપનો જથ્થો નાશ પામે છે. મેકડોનાલ્ડ્સ ઈન્ડિયા વેસ્ટ એન્ડ સાઉથ તરફથી જણાવાયુ છે કે, આ એક મોસમી સમસ્યા છે અને રેસ્ટોરન્ટ અને ફૂડ ઈન્ડસ્ટ્રીને દર વર્ષે ચોમાસા દરમિયાન તેનો સામનો કરવો પડે છે.
મેકડોનાલ્ડ્સ ઈન્ડિયાએ એ નથી કહ્યું કે ટામેટાંની ઉપલબ્ધતા ન હોવાને કારણે કંપની આ નિર્ણય લઈ રહી છે. પરંતુ એ સ્પષ્ટ છે કે દેશમાં ટામેટાંના ભાવ આસમાને છે અને તેનું કારણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ છે. જેના કારણે સપ્લાય ચેઈનને અસર થવાથી મોસમી સમસ્યાઓના કારણે પરિવહનથી લઈને પાકની ગુણવત્તા પર નકારાત્મક અસર જોવા મળી છે. તેના કારણે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં ટામેટાની કિંમત 130-155 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.
🚨Mcdonalds,Delhi put up this notice!
— Aditya Shah (@AdityaD_Shah) July 7, 2023
Even Mcdonalds cannot afford tomatoes now!😂😂 pic.twitter.com/cn1LkoQruf
મેકડોનાલ્ડ્સ ઈન્ડિયાએ તેના નિવેદનમાં ઉલ્લેખ કર્યો છે કે આ એક અસ્થાયી સમસ્યા છે અને કંપની શક્ય તેટલી વહેલી તકે ટામેટાંને તેના ફૂડ મેનૂમાં પાછા સમાવી શકાય તે તમામ રીતો શોધી રહી છે.
કંપનીએ એમ પણ કહ્યું છે કે બ્રાન્ડ હંમેશા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સલામતી અંગે સાવધ રહી છે અને આ કારણોસર ટામેટાંને હાલ પૂરતું ફૂડ મેનૂમાંથી હટાવવું પડે છે કારણ કે તે કંપનીની વર્લ્ડ ક્લાસ ક્વોલિટી ચેક પાસ કરવામાં સક્ષમ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
