મતદાન બાદ બોલ્યાં માયાવતી- મુસલિમોને બિલકુલ ભરોસો નથી, સપાને મત આપવો મતલબ ગુંડા રાજ
મતદાન બાદ બોલ્યાં માયાવતી- મુસલિમોને બિલકુલ ભરોસો નથી, સપાને મત આપવો મતલબ ગુંડા રાજ
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં રાજ્યના 9 જિલ્લાની 59 સીટ પર મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યે વોટિંગ શરૂ થતાં જ બીએસપી સુપ્રીમો માયાવતીએ લખનઉમાં પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ માયાવતીએ મોટો દાવો કરતાં કહ્યું કે મુસલમાનો સમાજવાદી પાર્ટીથી ખુશ નથી, તેઓ એસપીને મત નહીં આપે. યુપીના લોકોએ સપાને મત આપતા પહેલાં જ નકારી કાઢ્યા છે કેમ કે સમાજવાદી પાર્ટીને મત આપવાનો મતલબ છે ગુંડા રાજ, માફિયા રાજ.

મતદારોને અપીલ કરી
ઉપરાંત માયાવતી મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું, 'મતદાતાઓને અપીલ છે કે આ લોકતંત્રનો ઉત્સવ છે અને મતદાન કરવા માટે તેમણે જરૂર નીકળવું જોઈએ. તમારો એક-એક મત જરૂરી છે. પરમ પૂજનીય ડૉ ભીમરાવ આંબેડકરના પ્રયાસોના કારણે જ આપણને મતદાનનો અધિકાર મળ્યો છે. માટે આપણે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લોકતંત્રના ઉત્સવમાં બધાએ સામેલ થવું જોઈએ. બીએસપી માત્ર દલિતો અને મુસલમાનોની જ નથી, બલકે અતિ પછાત વર્ગ અને ઉચ્ચ જાતિ સમાજના પણ મત મળી રહ્યા છે.'

ભાજપ, સપા અને કોંગ્રેસ દલિત વિરોધી!
એક દિવસ પહેલાં મંગળવારે માયાવતીએ ભાજપ, સપા અને કોંગ્રેસને દલિત અને પછાત વર્ગો વિરોધી ગણાવી હતી અને આ ત્રણેય પાર્ટીઓએ સમાજના દબાયેલા વર્ગોના ઉત્થાનનું કામ ના કર્યું હોવાનો દાવો કર્યો. માયાવતીએ આ વાત પયાગપુરમાં દેવીપાટન મંડલના બસપા ઉમેદવારના સમર્થનમાં આયોજિત એક ચૂંટણી જનસભામાં કહી હતી. કોંગ્રેસ પર નિશાન સાધતાં માયાવતીએ કહ્યું કે કોંગ્રેસ દલિતો અને આદિવાસિઓના હિતનું માત્ર નાટક કરતી રહી છે અને પોતાની ખોટી નીતિઓને કારણે કોંગ્રેસ આજે દેશ અને કેટલાય રાજ્યોથી સત્તાથી બહાર થઈ ગઈ છે.

કોંગ્રેસ પર લગાવ્યા આરોપો
તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે બાબા સાહેબ (ભીમરાવ આંબેડકર)ને ભારત રત્ન ના આપ્યો, જ્યારે તેમના મિશનને આગળ વધારનાર કાશીરામના નિધન પર રાષ્ટ્રીય શોક કરવાનું ટાળ્યું. કોંગ્રેસે મંડળ આયોગની ભલામણોને પણ લાગૂ નહોતી કરી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
