Mayawati News : માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તમામ પદો પરથી હટાવ્યા, જાણો કેમ?
Mayawati News : બહુજન સમાજ પાર્ટીના (BSP) રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ તેમના ભત્રીજા આકાશ આનંદને પાર્ટીના તમામ પદોથી હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નિર્ણય અખિલ ભારતીય BSP અધિકારીઓની બેઠક બાદ લેવામાં આવ્યો હતો. માયાવતીએ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તરીકે તેના ભાઈ આનંદ કુમાર અને રાજ્યસભા સાંસદ રામજી ગૌતમની જવાબદારી વધારી છે.

આ બેઠકમાં મહાકુંભ, મોંઘવારી, ગરીબી, બેરોજગારી અને અન્ય મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. માયાવતીએ યોગી સરકારને સલાહ આપી કે, કથન અને કાર્ય વચ્ચે તફાવત ન રહે.
તેમણે કહ્યું કે કેન્દ્ર અને યુપી સરકાર દ્વારા બજેટમાં કરવામાં આવતા દાવાઓ હકીકતથી દૂર છે. કરોડો ગરીબો, દલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગના લોકોની સ્થિીમાં કોઈ આર્થિક સુધારા નથી થયા.
BSP અધ્યક્ષ માયાવતીએ કહ્યું કે પક્ષ અને આંદોલન માટે કોઈપણ વ્યક્તિ જો નુકસાન પહોંચાડશે તો તે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે. આકાશ આનંદના સસરા અશોર સિદ્ધાર્થને પણ BSPમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
માયાવતીએ સ્પષ્ટ કર્યું કે BSPના પિતા કાંશીરામે કદી પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું નથી અને પાર્ટીના હિતમાં આકાશ આનંદને તમામ જવાબદારીઓમાંથી દૂર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, પહેલા માયાવતીએ તેના ઉત્તરાધિકારી તરીકે આકાશ આનંદને નિયુક્ત કર્યા હતા. જો કે આ પછી તેને પદ પરથી હટાવી દેવાયા. હવે માયાવતીએ પક્ષના તમામ પદો પરથી આકાશ આનંદને દુર કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
