આજે લખનઉમાં છે માયાવતી, દિલ્લીમાં કોઈ બેઠક નહિઃ એસસી મિશ્રા
માયાવતીના નજીકના અને વિશ્વાસપાત્ર નેતા એસસી મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે બસપા સુપ્રીમો માયાવતી આજે લખનઉમાં જ રહેશે.
માયાવતીના નજીકના અને વિશ્વાસપાત્ર નેતા એસસી મિશ્રાએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ છે કે બસપા સુપ્રીમો માયાવતી આજે લખનઉમાં જ રહેશે. દિલ્લીમાં કોઈ મીટિંગ આજે થવાની નથી. તમને જણાવી દઈએ કે એવા સમાચાર હતા કે આજે દિલ્લીમાં માયાવતી કેન્દ્રમાં નવી સરકારની રચના માટે વિપક્ષી દળોને એક કરવાની કોશિશો દરમિયાન યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેવાની વાત કહેવામાં આવી હતી.

મીડિયા સૂત્રોએ કહ્યુ હતુ કે રવિવારે માયાવતી સોમવારે લખનઉથી દિલ્લી પહોંચશે. ત્યારબાદ તેમનો કાર્યક્રમ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળવાનો છે. આ પ્રસ્તાવિત મુલાકાતને વિપક્ષી દળોના એક મંચ પર આવવાની સંભાવનાઓ સાથે જોડીને જોવામાં આવી રહ્યુ હતુ.
BSP leader SC Mishra to ANI: Mayawati ji has no programme or meetings scheduled in Delhi today, she will be in Lucknow. (File pic: Mayawati) pic.twitter.com/SRtTsqX3W0
— ANI UP (@ANINewsUP) 20 May 2019
ચંદ્રબાબુ નાયડુ વિપક્ષને એક કરવાની કોશિશ કરી રહ્યા છે
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ વિપક્ષી દળોને એક કરવાની કોશિશોમાં લાગેલા છે. આ સિલસિલામાં ગયા શનિવારે તેમણે માયાવતી સાથે મુલાકાત કરી હતી. હવે માયાવતીની સોનિયા અને રાહુલ સાથે સંભવિત મુલાકાતને નાયડુના પ્રયાસોનું જ પરિણામ માનવામાં આવી રહ્યુ હતુ. જો કે આજે દિલ્લીમાં તો કોઈ મુલાકાત નથી થઈ રહી. જોઈએ રાજકીય પારો ક્યાં સુધી પહોંચે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
