5000 કરોડનો ચૂનો લગાવી વધુ એક ગુજરાતી ભાગ્યો વિદેશ
5000 કરોડનો ચૂનો લગાવી વધુ એક ગુજરાતી ભાગ્યો વિદેશ
અમદાવાદઃ ગુજરાતની સ્ટર્લિંગ બાયોટેક કંપનીના માલિક અને 5000 કરોડના કૌભાંડી નીતિન સંદેસરાની દુબઈથી ધરપકડ થઈ હોવાના અહેવાલના એક મહિના બાદ મોટો ખુલાસો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે નીતિન સંદેસરા નાઈઝીરિયા ભાગી ગયો છે. જણાવી દઈએ કે નીતિન સંદેસરા ઈડી અને સીબીઆઈના વૉન્ટેડ લિસ્ટમાં સામેલ છે. નીતિનની ધરપકડના અહેવાલ બાદ વાત સામે આવી હતી કે તે નાઈઝીરિયા કે યુએઈમાં ભાગી શકે છે. સીબીઆઈ અને ઈડીના મુખ્ય સૂત્રો મુજબ સંદેસરા અને એના પરિવારના અન્ય સભ્યો નાઈઝીરિયામાં છૂપાયા છે.

ધરપકડના અહેવાલ
સૂત્રો મુજબ સંદેસરાના ભાઈ ચેતન સંદેસરા અને એની પત્ની દીપ્તિબેન સંદેસરા નાઈઝીરિયામાં છૂપાયાં છે. ઉલ્લેખનીય છે કે નાઈઝીરિયા સાથે ભારતની પ્રત્યર્પણની કોઈ સંધિ નથી, એવામાં નિતિનને ભારત પરત લાવવો સહેલું નથી. એક અધિકારીએ જણાવ્યું કે ઓગસ્ટ મહિનાના બીજા અઠવાડિયે દુબઈથી યુએઈ પ્રશાસને નિતિનની ધરપકડ કરી હોવાના અહેવાલ મળ્યા હતા. પરંતુ આ ખોટા અહેવાલ હોવાનું માલુમ પડ્યું છે. તેની ધરપકડ નથી કરાઈ. તે પોતાના પરિવાર સાથે નાઈઝીરિયા ભાગી ગયો હતો.

રેડ કોર્નર નોટિસ
માનવામાં આવી રહ્યું છે કે ભારતની તપાસ એજન્સિઓ નીતિન સંદેસરાને ભારતને સોંપી દેવામાં આવે તે માટે યુએઈને અપીલ કરશે. સાથે જ સંદેસરા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સંદેસરા ભારતના પાસપોર્ટ પર નાઈઝીરિયા ગયો છે કે પછી કોઈ બીજા દેશના.

આખા પરિવાર વિરુદ્ધ મામલો
સીબીઆઈ અને ઈડીએ ગુજરાતના વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક અને તેના ડાયરેક્ટર નિતિન ચેતન, દીપ્તિ સંદેસરા, રાજભૂષણ ઓમપ્રકાશ દીક્ષિત, વિલાસ જોશી, સીએ હેમંત હાથી, પૂર્વ આંધ્ર બેંકના ડાયરેક્ટર અનૂપ ગર્ગ સહિત અજાણ્યા લોકો વિરુદ્ધ 5000 કરોડનું ફ્રોડ કરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ઈડીએ જૂન મહિનામાં દિલ્હીના બિઝનેસમેન ગગન ધવન અને ગર્ગની 4700 કરોડની સંપત્તિને સીઝ કરી હતી.

300થી વધુ ડમી કંપની
આરોપ છે કે સંદેસરાએ 300થી વધુ ડમી કંપનીઓ બનાવી હતી, સાથે જ વિદેશમાં પણ કેટલીક ડમી કંપનીઓ બનાવી હતી અને ભારતથી ત્યાં રૂપિયા મોકલતો હતો. આ તમામ ડમી કંપનીઓ દ્વારા રૂપિયાને દેશની બહાર મોકલવમાં આવ્યા અને ડમી બેલેન્સ શીટ તૈયાર કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓને ખુદ સંદેસરા ડમી ડાયરેક્ટર તરીકે ચલાવતો હતો. આ કંપનીઓ દ્વારા જ ખરીદ-વેચાણ કરવામાં આવતું હતું, જેના આધારે બેંક પાસેથી લોન મેળવવામાં આવી હતી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
