મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે નૌરૂના ભારત સ્થિત હાઇકમિશનર માર્લેન મોસેસ

Gujarati News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત નૌરૂના ભારત સ્થિત હાઇકમિશનર કુમારી માર્લેન મોસેસ એ ગાંધીનગરમાં લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્ય ગુજરાતની પોતાની મુલાકાતથી ભાવવિભોર થતાં કુમારી માર્લેને કહ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે રીન્યુએબલ એનર્જી, હેલ્થ, ક્લાયમેટ ચેન્જ સહિત વિકાસના સર્વગ્રાહી ક્ષેત્રમાં અપ્રતિમ પ્રગતિ સાધી છે.

Gujarati News

નૌરૂ જેવા નાના પ્રજાસત્તાક રાષ્ટ્રએ ગુજરાતના આ વૈશ્વિક વિકાસમાંથી ઘણું શીખવાનું છે એમ તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

નૌરૂ 21 સ્ક્વેર કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું અને 10 હજારની વસ્તી ધરાવતું નાનું રાષ્ટ્ર છે તથા ભારત અને જાપાન બે મોટા રાષ્ટ્ર સાથે ઉષ્માપૂર્ણ સંબંધો ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું. એટલું જ નહીં, ભારત વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર બનવા સજ્જ થયું છે, તેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમુદ્રતટ અને ફોસ્ફેટની વિપુલ માત્રા ધરાવતા નૌરૂએ ક્લાયમેટ ચેન્જની સમસ્યાને પહોંચી વળવા જે ઉપાયો હાથ ધર્યા છે, તે અંગે જાણવામાં આ બેઠકમાં ઉત્સુકતા દર્શાવી હતી.

તેમણે કહ્યું કે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે, અને ક્લાયમેટ ચેન્જની અસરો સામે ગુજરાત પણ વડાપ્રધાનના દિશાદર્શનમાં સંવેદનશીલ છે.

વડાપ્રધાને ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ તથા મિશન લાઈફ જેવા નવતર આયામોથી ક્લાયમેટ ચેન્જની ચિંતાઓને અસરકારક રીતે ઉકેલવાની દિશા આપી છે, તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી.

નૌરૂના હાઇકમિશનરશ્રીએ તેમના દેશમાં લોકોને સમુદ્રતટથી ઉંચાઈવાળા અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરવાના ઉપાયો ક્લાયમેટ ચેન્જ સામે હાથ ધર્યા છે તેમ આ બેઠકમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, ક્લાયમેટ ચેન્જ અનુકૂલન પગલાંઓ અંગે ગુજરાત-નૌરૂ વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ અને નોલેજ શેરિંગ માટે સહયોગની સંભાવનાઓ રહેલી છે. એનર્જી સિક્યુરિટી માટે પણ ગુજરાત લીડ લઇ રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નૌરૂએ ક્લાયમેટ ચેન્જ સામેના કારગત ઉપાયો માટે એક આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવ્યો છે, તેવી હાઇકમિશનર માર્લેને જાણકારી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રટ પટેલે આ રિપોર્ટ અંગે ગુજરાતનું ક્લાયમેટ ચેન્જહ ડિપાર્ટમેન્ટર અને ટિમ અભ્યાસ કરે તે માટે રિપોર્ટ મોકલવા પણ બેઠકમાં સૂચન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં યોજાનારી આગામી વાયબ્રન્ટર-2024માં નૌરૂને સહભાગી થવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રીએ પાઠવ્યું હતું.

આ મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે. હૈદર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X