મરાઠી બાબાએ પુત્ર પેદા કરવાની વિચિત્ર ફોર્મ્યુલા જણાવી કહ્યુ, આ રીતે બનાવો શારીરિક સંબંધ
મરાઠી કીર્તનકાર અને ઉપદેશક ઈંદુરીકર મહારાજે હાલમાં જ એક એની ટિપ્પણી કરી જે માટે હવે ચર્ચામાં આવી ગયા છે.
મરાઠી કીર્તનકાર અને ઉપદેશક ઈંદુરીકર મહારાજે હાલમાં જ એક એની ટિપ્પણી કરી જે માટે હવે ચર્ચામાં આવી ગયા છે. ઈંદુરીકરે પોતાના એક પ્રવચનમાં જણાવ્યુ કે જો કોઈ દંપત્તિને દીકરો જોઈએ તો તેમણે ઈવન ડે પર સંબંધ બનાવવો જોઈએ. ઈંદુરીકર મહારાજે દાવો કર્યો કે જો ઑડ દિવસ પર પતિ-પત્નીએ સંબંધ બનાવ્યો તો તેમને દીકરી આવશે.

ઑડ-ઈવન ફોર્મ્યુલાથી પેદા થશે દીકરો
સંતના આ વિચિત્ર નિવેદનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. છોકરો કે છોકરી પેદા કરવાના પોતાના ઑડ-ઈવન ફોર્મ્યુલા વિશે હવે ઈંદુરીકર મહારાજ સમાચારોમાં છવાઈ ગયા છે. વાસ્તવમાં ઈંદુરીકર અહમદનગર જિલ્લાના એક ગામમાં પ્રવચન કરી રહ્યા હતા જ્યાં તેમણે દીકરો પેદા કરવાની ફોર્મ્યુલા લોકોને જણાવી. તેમનુ આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે.

સંભોગ અધૂરો રહેવા પર આવે છે આ પરિણામ
એટલુ જ નહિ તેમણે એ પણ દાવો કર્યો કે જો સંભોગ વચમાં જ અધૂરો રહી જાય તો તેનાથી પેદા થતુ બાળક સ્વસ્થ નહિ હોય. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ઈંદુરીકર મહારાજના ઘણા ફોલોઅર્સ છે, તેમના કીર્તનમાં હજારોની સંખ્યામાં લોકો પહોંચે છે. ઈંદુરીકર મહારાજે અહમદનગરમાં પણ એક ભજનકીર્તનનુ આયોજન કર્યુ જ્યાં તેમણે દીકરો-દીકરી પેદા કરવાની ફોર્મ્યુલા જણાવી. પોતાના પ્રવચન દરમિયાન તેમણે એક પછી એક ઘણા દાવા કર્યા.

ઈંદુરીકર મહારાઝ પર થઈ શકે છે કાયદાકીય કાર્યવાહી
તેમણે કહ્યુ કે જો દંપત્તિ અશુભ સમયે સંબંધ બનાવે અને તેમનુ સંતાન પેદા થાય તો તે કુળ અને પરિવારનુ નામ ખરાબ કરે છે. ઈંદુરીકર મહારાજ પોતાના આ દાવા માટે હવે મુશ્કેલીમાં ફસાઈ શકે છે. જાણકારો મુજબ આ ટિપ્પણીના કારણે તેમણે પૂર્વ-ગર્ભાધાન અને પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક હેઠળ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
