NEET UG ના રિઝલ્ટમાં ઘણા નવા ખુલાસા, હરિયાણામાં કૌભાંડની આશંકા
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનટીએએ નેટ યુજીનું સેન્ટર મુજબ વિગતવાર રિઝલ્ટ પ્રકાશિત કર્યુ છે. આ રિઝલ્ટમાં ઘણા મોટા ખુલાસા થઈ રહ્યાં છે.
NTA દ્વારા અપલોડ કરાયેલા આ જિલ્લા અને પરીક્ષા કેન્દ્ર મુજબના પરિણામમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. જેના કારણે આ પરીક્ષામાં ગોટાળાનો પર્દાફાશ થયો છે.

હરિયાણામાં એક NEET પરીક્ષા કેન્દ્રમાં છ વિદ્યાર્થીઓએ 720 માંથી 720 માર્કસ મેળવ્યા હતા. હવે NTA દ્વારા અપલોડ કરાયેલું નવું પરિણામ જૂના પરિણામ સાથે આઘાતજનક વિરોધાભાસ દર્શાવે છે. NTA દ્વારા જાહેર કરાયેલા આ કેન્દ્ર મુજબના પરિણામમાં કોઈ પણ વિદ્યાર્થીએ 682થી ઉપરનો સ્કોર કર્યો નથી.
NEET પરિણામોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે હરિયાણાના બહાદુરગઢની હરદયાલ પબ્લિક સ્કૂલમાં કુલ 494 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ સ્કોર કરનાર ઉમેદવારનો સ્કોર 682 હતો એટલે કે માત્ર એક જ વિદ્યાર્થીએ તે હાંસલ કર્યો હતો. વધુમાં માત્ર 13 વિદ્યાર્થીઓ 600 થી વધુ માર્ક્સ મેળવીને આ પરીક્ષા પાસ કરી શક્યા છે.
જણાવી દઈએ કે, હરિયાણાના આ હરદયાલ પબ્લિક સ્કૂલના પરીક્ષા કેન્દ્રને લઈને વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે થોડા દિવસો પહેલા NEET પરીક્ષાના પરિણામ ડેટા અપલોડ કરવામાં આવ્યા હતા, જેમાં છ વિદ્યાર્થીઓ સાચા સ્કોર સાથે બતાવવામાં આવ્યા હતા. જેમાં બે વિદ્યાર્થીઓએ અનુક્રમે 718 અને 719 માર્કસ મેળવ્યા હતા.
એક જ કેન્દ્રના બે ઉમેદવારોના માર્કસમાં સમાનતા આવતાં હોબાળો શરૂ થયો હતો અને આ મામલે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને ગ્રેસ પોઈન્ટ્સ રદ કર્યા હતા અને 1,563 ઉમેદવારોને પરીક્ષામાં ફરીથી હાજર થવાનો આદેશ આપ્યો હતો. જેમાંથી 800 જેટલા વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
