ભારતના ઇતિહાસમાં વધુ એક પાનું જોડાયું, મિત્રો નરેન્દ્ર-બરાકે કરી 'મનની વાત'
નવી દિલ્હી, 27 જાન્યુઆરી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સંયુક્ત રીતે આકાશવાણી પર 'મનની વાત' થકી દેશને સંબોધી રહ્યા છે. આજે ભારતના ઇતિહાસમાં એક પાનું વધું જોડાઇ ગયું, જ્યારે ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિએ એક સાથે રેડીયો પર દેશના લોકોને સંબોધ્યા અને તેમના સવાલોના મુક્તપણે જવાબ આપ્યા.

મનની વાતના અંશો
- બરાકનો અર્થ થાય છે જેને આશિર્વાદ પ્રાપ્ત છે તે વ્યક્તિ
- ઓબાના મુખેથી પણ મહાત્મા ગાંધીનો ઉલ્લેખ સાંભળવા મળે છે
- મારી પુત્રીઓને પણ ભારત આવવું હતું પરંતુ તેમની પરિક્ષા હોવાના કારણે તેઓ આવી શક્યા નહીં.
- હવે પછી જ્યારે પણ મારે ભારત આવવાનું થશે તો ચોક્કસ તેમને સાથે લઇને આવીશ.
- મોદીએ એક સવાલના જવાબમાં જણાવ્યું કે મે ક્યારેય ન્હોતું વિચાર્યું કે મારે વ્હાઇટ હાઉસ જવાનું થશે.
- મને જ્યારે બરાકે વિવેકાનંદનું પુસ્તક આપ્યું ત્યારે હું તેમનાથી ખૂબ જ પ્રભાવિત થયો હતો.
- તેમણે એવું કહીને પુસ્તક આપ્યું હતું કે આપના પ્રેરણાસ્ત્રોત વિવેકાનંદ જ્યાં શિકાગો આવ્યા હતા ત્યાંથી હું આવું છું.
- એક સવાલના જવાબમાં ઓબામાએ જણાવ્યું કે મોદીજી મેં પણ આપની જેમ વ્હાઇટ હાઉસમાં રહેવાનું ન્હોતું વિચાર્યું.
- આપણે બંને સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ.
- મોદીએ જણાવ્યું કે ક્યારેય કંઇ બનવાના સપના નહીં જોવા, માત્ર કંઇ કરવાનું વિચારવાનું. કંઇ કરતા રહેશો તો આપને નવું કરવાની પ્રેરણા મળશે.
- ઓબામાએ જણાવ્યું કે ભારત અને અમેરિકા બંને દેશોના સમાજ ખૂબ જ ખુલ્લા વિચારના છે.
- મને ભારત અને અમેરિકા પર વિશ્વાસ છે.
- મોદીએ જણાવ્યું કે આજના યુવાનોની જે શક્તિ છે તે બહુઉપયોગી છે, યુવાનોએ તેનો સાચી દિશામાં ઉપયોગ કરવો જોઇએ.
- ઓબામા અને મોદીના મનની વાતના કાર્યક્રમમાં જે કંઇપણ બોલાયું તેની પુસ્તિકા છપાશે.
- આપ પણ #yeswecan પર આપના મંતવ્ય આપી શકો છો. સારા વિચારોને આ પુસ્તકમાં સ્થાન આપવામાં આવશે.
બરાક-ઓબામાના મનની વાત લાઇવ પ્રસારણનો રેકોર્ડેડ વીડિયો આપ અત્રે સાંભળી શકો છો....
More From
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
