'સાચું કહો છો પીએમ સાહેબ - પૈસા ઝાડ ઉપર નહિં, કૌભાંડોમાંથી ઉગે છે'

જાણીતા પત્રકાર આનંદ સિંહે પણ પોતાની ફેસબુક વૉલ ઉપર લખ્યું છે, ‘સાચુ કહ્યું વડાપ્રધાને, પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં, પણ સ્પેક્ટ્રમ અને અન્ન કૌભાંડોમાંથી ઉગે છે, જે ડાયરેક્ટ પીએમજીના મંત્રીઓના ખિસ્સામાં જાયછે.'
તો બીજી બાજુ આઈટીમાં કામ કરનાર રશ્મિ મિશ્રાએ ફેસબુક ઉપર લખ્યું છે કે આનાથી સારું તો મનમોહનજી આપનું મૌન હતું. એવું જ કઈંક જેએનયૂમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી રમેશ દુબેએ પણ લખીને શેર કર્યું છે. આપ સમજી ગયા હશો કે સામાન્ય પ્રજા કે જેની પાસે સમજણ-કુનેહ છે, તે મનમોહન સિંહની આ વાત સાથે સમ્બંધ નથી ધરાવતી અને તેની અંદર વધતી મોંઘવારીને કારણે આક્રોશ છે.
નોંધનીય છે કે શુક્રવારે દેશના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે દેશની પ્રજાજોગ સંદેશ આપ્યો હતો. પોતાના સમ્બોધનમાં વડાપ્રધાને જણાવ્યુ હતું કે દેશના લોકોનો ભારતીય અર્થતંત્ર ઉપરથી વિશ્વાસ ન ઉઠી જાયે, તેથી તેમણે સખત પગલાં લીધાં છે. મનમોહન સિંહે જણાવ્યુ હતું કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતાં. જો સરકાર સખત પગલા ન ઉઠાવત, તો નાણાંકીય નુકસાન, સરકારી ખર્ચ વધતું જાત. તેથી માત્ર સામાન્ય પ્રજાની જ મુશ્કેલીઓ વધત. આ મુશ્કેલીમાંથી ઉગરવું મુશ્કેલ જ નહિં, પણ અશક્ય થઈ પડત. તેથી સરકારે સખત પગલાં ભર્યાં છે.
એફડીઆઈ અંગેનો નિર્ણય દેશહિતમાં છે. જો અમે આવું ન કર્યું હોત, તો દેશ નુકસાનમાં રહેત તેમજ રોકાણકારોનો વિશ્વાસ ભારત પ્રત્યે ઓછો થઈ જાત. તેઓ ખચકાટ અનુભવતા અને વ્યાજ દરોમાં વધારો થાત... બેકારી પણ વધી જાત અને દુનિયા તેમની ઉપર દયા નથી કરતી, જો પોતાની મુશ્કેલીઓનો ઉકેલ પોતે નથી લાવતાં.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
