Manmohan Singh Passed Away : પુર્વ પીએમ મનમોહન સિંહનું 92 વર્ષે નિધન
Manmohan Singh Passed Away : ભારતના પુર્વ વડાપ્રધાન અને દેશને આર્થિક સંકટમાંથી ઉગારનારા જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન થયુ છે.
લાંબા સમયથી બિમાર રહેલા મનમોહન સિંહ દિલ્હી એઈમ્સમાં સારવાર લઈ રહ્યાં હતા. આજે તેમને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. હવે તેમના અવસાનના સમાચાર આવ્યા છે.

મનમોહન સિંહને ગુરુવારે સાંજે લગભગ 8 વાગે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંહ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. આ પહેલા પણ તેમને સ્વાસ્થ્ય સંબંધી કારણોસર ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉ. મનમોહન સિંહનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ અવિભાજિત ભારતના પંજાબ પ્રાંતના એક ગામમાં થયો હતો. તેમણે 1948માં પંજાબ યુનિવર્સિટીમાંથી મેટ્રિક કર્યું. ત્યાર બાદ તેમણે બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી આગળનું શિક્ષણ મેળવ્યું.
1957માં તેમણે અર્થશાસ્ત્રમાં પ્રથમ વર્ગની સન્માનની ડિગ્રી મેળવી. આ પછી, 1962 માં તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની નફિલ્ડ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ડી.ફિલ કર્યું. ડૉ. મનમોહન સિંહ અને તેમના પત્ની શ્રીમતી ગુરશરણ કૌરને ત્રણ દીકરીઓ છે. ડૉ. મનમોહન સિંહ તેમની નમ્રતા, મહેનત અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા.
Former Prime Minister Manmohan Singh aged 92 passed away at AIIMS Delhi after he was admitted here for treatment pic.twitter.com/OTbJzbXlkv
— ANI (@ANI) December 26, 2024
મનમોહન સિંહ વર્ષ 1971માં વાણિજ્ય મંત્રાલયમાં આર્થિક સલાહકાર તરીકે જોડાયા હતા. 1972માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓએ સેક્રેટરી, નાણા મંત્રાલય, આયોજન પંચના ઉપાધ્યક્ષ, ભારતીય રિઝર્વ બેંકના અધ્યક્ષ, વડા પ્રધાનના સલાહકાર, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યું.
મનમોહન સિંહ 1991 થી 1996 સુધી ભારતના નાણામંત્રી હતા. આ સમય દેશના આર્થિક માળખા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
