લોકસભાની ચૂંટણી વખતે મનમોહનસિંહે PM મોદી પર પ્રહાર કરતા શું કહ્યું હતું? મતદારોને કહી હતી આ વાત
લોકસભા ચૂંટણી દરમિયાન પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત સારી ન હતી, પરંતુ તેમ છતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. મનમોહન સિંહે વડા પ્રધાન મોદીની તેમના "દ્વેષપૂર્ણ ભાષણો" માટે ટીકા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે મોદીએ જાહેર પ્રવચનની ગરિમા અને વડા પ્રધાનના કાર્યાલયની ગંભીરતાને ઓછી કરી છે. તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓ હોવા છતાં મનમોહન સિંહે સંકેત આપ્યો કે તેમનામાં રાજકારણી પૂરજોશમાં છે.
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા પહેલા 1 જૂનના રોજ, મનમોહન સિંહે પંજાબના મતદારોને અપીલ કરી હતી કે માત્ર કોંગ્રેસ જ પ્રગતિશીલ ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે છે જેમાં લોકશાહી અને બંધારણનું રક્ષણ કરવામાં આવશે. આ સિવાય તેમણે ભાજપ સરકારની અગ્નિપથ યોજનાને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવીને ટીકા માટે પણ નિશાન બનાવી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાને કહ્યું હતું કે, "મોદીજીએ નફરતથી ભરેલા ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણપણે વિભાજનકારી છે." મનમોહન સિંહે નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે ભાજપે આર્મી ભરતી પ્રક્રિયાને ખોટી રીતે વિકૃત કરી છે અને તેના કારણે યુવાનો છેતરાયા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે "અગ્નવીર યોજના રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે," અને કોંગ્રેસે આ યોજનાને સમાપ્ત કરવાનું વચન આપ્યું હતું.

પ્રવચનની ગરિમાને ઠેસ પહોંચાડી
મનમોહન સિંહે કહ્યું હતું કે, "મોદીજી એવા પહેલા વડાપ્રધાન છે જેમણે જાહેર પ્રવચનની ગરિમાને ઠેસ પહોંચાડી છે." તેમણે વડાપ્રધાન મોદી પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે મોદીએ તેમના વિશે ખોટા નિવેદનો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય કોઈ એક સમુદાયને બીજાથી અલગ કર્યો નથી અને આ માત્ર ભાજપનું જ કામ છે.
ઉજ્જવળ ભવિષ્ય માટે વોટિંગ કરો
તદુપરાંત મનમોહન સિંહે મતદારોને નફરત અને વિભાજનની શક્તિઓથી દેશને બચાવવા માટે વિકાસ, શાંતિ અને સૌહાર્દ માટે મત આપવા અપીલ કરી હતી. તેમણે યુવાનોને કહ્યું હતું કે, "ધ્યાનપૂર્વક મતદાન કરો અને ઉજ્જવળ ભવિષ્ય માટે મત આપો. માત્ર કોંગ્રેસ જ સર્વસમાવેશક અને વિકાસશીલ ભવિષ્યની ખાતરી કરી શકે છે."
દેશ નિર્ણાયક મોરચે ઉભો છે
વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા આરોપોનો જવાબ આપતા મનમોહન સિંહે કહ્યું કે લોકો હવે આ તમામ મુદ્દાઓને સમજી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે દેશ નિર્ણાયક મોરચે ઉભો છે અને અંતિમ મતદાનના તબક્કામાં બંધારણ અને લોકશાહી વર્તમાન "સરમુખત્યારશાહી" સરકારથી સુરક્ષિત છે તેની ખાતરી કરવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
