Manmohan Singh Legacy: દેશ પર મનમોહન સિંહના ઘણા ઉપકાર છે, જાણો પાંચ મોટા નિર્ણય
Manmohan Singh Legacy: 26 ડિસેમ્બરના રોજ ડૉ. મનમોહન સિંહનું નિધન થયું હતું. જે કારણે સમગ્ર ભારતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ડૉ. મનમોહન સિંહ 2004 થી 2014 સુધી સતત બે ટર્મ માટે ભારતના વડાપ્રધાન હતા.
26 સપ્ટેમ્બર 1932ના રોજ જન્મેલા ડૉ. મનમોહન સિંહે વડાપ્રધાન બનતા પહેલા દેશના નાણામંત્રી, અર્થશાસ્ત્રી, અમલદાર અને રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર તરીકે સેવા આપી હતી.
દેશની રાજનીતિમાં મનમોહન સિંહની બે અલગ અલગ જવાબદારીઓની વધુ ચર્ચા થાય છે અને હંમેશા રહેશે. એક જ્યારે તેઓ પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવની સરકારમાં નાણાં પ્રધાન હતા, અને બીજું એક દાયકા સુધી યુપીએ-1 અને યુપીએ-2 સરકારોનું નેતૃત્વ કર્યું હતું.
ડૉ. મનમોહન સિંહ તેમની લાંબી રાજકીય અને વહીવટી કારકિર્દીમાં ઘણા ઉત્કૃષ્ટ કાર્યો કર્યા છે, પરંતુ તેમની 5 નિર્ણયો છે, જેને ભારત આવનારા દાયકાઓ કે સદીઓ સુધી યાદ રાખશે.
આર્થિક ઉદારીકરણ - આર્થિક ઉદારીકરણ એ દેશના અર્થતંત્રમાં મનમોહન સિંહનું સૌથી મોટું યોગદાન છે. 1991માં, ભારતની રાજકોષીય ખાધ જીડીપીના 8.5 ટકાની નજીક હતી, ચૂકવણીની સંતુલન ખાધ મોટી હતી અને ચાલુ ખાતાની ખાધ ભારતના જીડીપીના 3.5 ટકાની નજીક પહોંચી ગઈ હતી.
તે સમયે દેશ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હતો. આવા સમયે, દેશમાં આર્થિક ઉદારીકરણની દોડ શરૂ થઈ હતી. દેશની નીતિઓમાં પરિવર્તન શરૂ થયું અને દેશની અર્થવ્યવસ્થા વિશ્વ માટે ખુલવા લાગી હતી. એ નિર્ણયથી આજે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો નાખવાની શરૂઆત થઈ હતી.

મનરેગા - 2005 માં, વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન, દેશમાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) હેઠળ 100 દિવસનો રોજગાર ગેરંટી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
મનરેગા ભારતનો સૌથી મોટો લોક કલ્યાણ કાર્યક્રમ છે, અને ગામડાઓમાં અકુશળ મજૂરોને વર્ષમાં 100 દિવસ માટે ગેરંટીકૃત વેતન પ્રદાન કરે છે.
માહિતી અધિકાર કાયદો - મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન વર્ષ 2005માં માહિતી અધિકારનો કાયદો પણ લાગુ કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત ભારતના કોઈપણ નાગરિકને સરકાર અને વહીવટીતંત્ર પાસેથી માહિતી મેળવવાનો અધિકાર મળ્યો છે.
આ કાયદા હેઠળ, વિનંતી કરાયેલ માહિતી 30 દિવસની અંદર પબ્લિક ઓથોરિટીને પ્રદાન કરવાની જોગવાઈ છે. જો માહિતી અરજદારના જીવન કે સ્વતંત્રતા સાથે સંબંધિત હોય તો તેને 48 કલાકની અંદર આપવી ફરજિયાત છે.
શિક્ષણનો અધિકાર અધિનિયમ - શિક્ષણનો અધિકાર કાયદો 2 જુલાઈ, 2009 ના રોજ મનમોહન સિંહ સરકાર દ્વારા તેના બીજા કાર્યકાળમાં લાગુ કરવામાં આવ્યો હતો.
આ અંતર્ગત 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. બંધારણની કલમ 21A હેઠળ બાળકોને શિક્ષણનો આ અધિકાર આપવામાં આવ્યો છે.
અમેરિકા સાથે ન્યુક્લિયર ડીલ - ભારત અને અમેરિકા વચ્ચેની પરમાણુ સંધિને 123 એગ્રીમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક નાગરિક પરમાણુ કરાર છે, જેના પર ભારતના તત્કાલિન પીએમ મનમોહન સિંહ અને અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ. બુશ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ અંતર્ગત ભારત તેની તમામ નાગરિક અને સૈન્ય પરમાણુ સુવિધાઓને અલગ કરવા માટે સંમત થઈ ગયું છે અને તમામ નાગરિક પરમાણુ સુવિધાઓને ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના રક્ષણ હેઠળ લાવવા માટે સંમત છે. બદલામાં, અમેરિકાએ ભારત સાથે નાગરિક પરમાણુ ક્ષેત્રમાં સંપૂર્ણ સહયોગ માટે સંમતિ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
