મનમોહન સિંહે લાલ કિલ્લા પર 10મી વાર ધ્વજવંદન કરી રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી, 15 ઓગસ્ટ : ભારતની 67મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે લાલ કિલ્લા પર ભારતનો ત્રિરંગો ઝંડો લહેરાવીને વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડની સાથે જ મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇંન્દિરા ગાંધી બાદ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
વાસ્તવમાં વડાપ્રધાન મનમોહન સિંહે 67મા સ્વતંત્રતા દિવસના અવસરે સતત 10મી વાર ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો છે. આમ કરનારા તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 17વાર, પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી 16 વાર લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવી ચૂક્યા છે.

આ બંને વડાપ્રધાનો બાદ મનમોહન સિંહે સૌથી વધારે વાર ધ્વજ લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મનમોહન સિંહ પહેલા આ ક્રમે અટલ બિહારી વાજપેયી આવતા હતા. તેમણે લાલ કિલ્લા પરથી 6 વાર ધ્વજવંદન કરાવ્યું છે. વાજપેયીએ વર્ષ 1998થી વર્ષ 2003 દરમિયાન લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો.
સૌથી વધારે વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવવાનો રેકોર્ડ ધરાવનારા જવાહરલાલ નહેરુએ જ 15 ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યો હતો. મનમોહન સિંહ 14મા વડાપ્રધાન છે, જેમણે મે મહિનામાં કાર્યભાર સંભાળ્યાના ચાર મહિના બાદ 15 ઓગસ્ટ, 2004ના રોજ લાલ કિલ્લા પર પ્રથમવાર ધ્વજ લહેરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
