Manmohan Singh funeral : ક્યાં અને ક્યારે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર?
Manmohan Singh Death : ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ તેમના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ગૃહ મંત્રાલયે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર માટેનો કાર્યક્રમ જારી કર્યો છે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે સવારે 11:45 વાગ્યે કરાશે.
અંતિમ સંસ્કારમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મંત્રીઓ નિગમબોધ ઘાટ પહોંચશે.

કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યુ કે, શનિવારે 28 ડિસેમ્બરના રોજ સવારે 9:30 વાગ્યે અંતિમ યાત્રા દિલ્હીમાં AICCના મુખ્યાલયથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે. પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે શનિવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ચેન્જ ઓફ ગાર્ડ સમારોહ નહીં યોજાય.
દર અઠવાડિયે તેનું આયોજન કરવામાં આવે છે. મનમોહન સિંહના માનમાં દેશભરમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહેશે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન બાદ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખ્યો છે અને માંગ કરી છે કે તેમનું સ્મારક એ જ જગ્યાએ બનાવવું જોઈએ જ્યાં પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર કરવામાં આવે.
ખડગેએ પત્રમાં લખ્યુ છે કે, મનમોહન સિંહ નમ્ર પૃષ્ઠભૂમિમાંથી આવ્યા અને વિભાજનની પીડાનો અનુભવ કર્યો, તેમના નિશ્ચયને કારણે વિશ્વના અગ્રણી રાજકારણીઓમાંના એક બન્યા. આને ધ્યાનમાં રાખીને મને આશા અને વિશ્વાસ છે કે, ડો. મનમોહન સિંઘના કદ અનુસાર અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવાની ઉપરની વિનંતી સ્વીકારવામાં આવશે જ્યાં તેમનું સ્મારક બની શકે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
