મનિષ સિસોદીયાને 20 માર્ચ સુધીની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યા, તિહાર જેલમાં રહેશે બંધ
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સોસોદિયાને સીબીઆઈ રિમાન્ડ પૂરા થતાં કોર્ટે 20 માર્ચ સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે.
લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને AAP નેતા મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. મનીષ સિસોદિયાને હવે તિહાર જેલમાં લઈ જવામાં આવશે. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ દિલ્હીની દારૂની નીતિમાં કથિત કૌભાંડના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા સીબીઆઈને સિસોદિયાની કસ્ટડી પહેલા 5 દિવસ અને પછી 2 દિવસ માટે મળી હતી.

CBIએ સોમવારે મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. સીબીઆઈએ મનીષ સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. સીબીઆઈએ કહ્યું કે અમે હવે વધુ પોલીસ કસ્ટડીની માંગ કરી રહ્યા નથી, પરંતુ ભવિષ્યમાં તેની માંગ કરી શકીએ છીએ. સીબીઆઈએ કહ્યું કે તે તપાસમાં સહકાર નથી આપી રહ્યો. આ સાથે સીબીઆઈએ કહ્યું કે સિસોદિયા સાક્ષીઓ સાથે છેડછાડ પણ કરી શકે છે.
સીબીઆઈએ સ્પેશિયલ સીબીઆઈ જજ એમકે નાગપાલને કહ્યું કે મનીષ સિસોદિયા આ કેસમાં સાક્ષીઓને ડરાવી રહ્યા છે. આ સાથે તેઓ તેમની સામે થઈ રહેલી કાર્યવાહીને રાજકીય રંગ આપી રહ્યા છે. સીબીઆઈની કાર્યવાહીને એવી રીતે બતાવવામાં આવી રહી છે કે જાણે એજન્સી ગેરકાયદેસર કામ કરી રહી હોય. સીબીઆઈએ કહ્યું કે કોર્ટે વોરંટ જારી કર્યા બાદ જ અમે દરોડા પાડ્યા હતા. આ મામલે સીબીઆઈ દ્વારા જે પણ કાર્યવાહી કરવામાં આવી છે. બધું કોર્ટની નોટિસમાં છે.
તે જ સમયે, છેલ્લી સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાએ કોર્ટ સમક્ષ જામીન અરજીમાં કહ્યું હતું કે સીબીઆઈ તેમને વારંવાર એક જ પ્રશ્નો પૂછી રહી છે. સિસોદિયાનો દાવો છે કે આ રીતે તેમનું માનસિક શોષણ થઈ રહ્યું છે. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે CBI પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે પીએમ મોદીએ રાજ્યોમાં બિન-ભાજપ સરકારને સુચારૂ રીતે કામ ન કરવા દેવાનો નિર્ણય લીધો છે.
કેજરીવાલે આરોપ લગાવ્યો કે દેશના વડાપ્રધાનને રાષ્ટ્રના પિતા સમાન માનવામાં આવે છે, પરંતુ કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરીને બિન-ભાજપ પક્ષો વચ્ચે તિરાડ ઊભી કરી રહ્યા છે. રાજ્યોમાં તેમની સરકારોને તોડી પાડવા એ પીએમ મોદીની મોડસ ઓપરેન્ડી બની ગઈ છે. હાલમાં જ NCP ચીફ શરદ પવાર, SP ચીફ અખિલેશ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત દેશની 9 રાજકીય પાર્ટીઓએ PM મોદીને મનીષ સિસોદિયા વિરુદ્ધ થઈ રહેલી કાર્યવાહીને લઈને પત્ર લખ્યો હતો.
મનીષ સિસોદિયાના વકીલે ન્યાયિક કસ્ટડીના સમયગાળા દરમિયાન ચશ્મા, ડાયરી અને પેન અને ગીતા સાથે રાખવાની મંજૂરી આપવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી.












Click it and Unblock the Notifications
