Manish Sisodia Bail : જામીન પર રહેલા મંત્રીને વિદેશ જવા કોની પરવાનગી જોઈએ? જાણો નિયમ
આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને દિલ્હીની શિક્ષણક્રાતિના પ્રણેતા મનીષ સિસોદિયાને આખરે કોર્ટે જામીન આપી દીધા છે. જો કે તેમને વિદેશ નહીં જવાની શરતનું પાલન કરવુ પડશે.
આ સ્થિતીમાં તમને એક સવાલ થાય કે જો કોઈ વ્યક્તિ જામીન પર હોય અને તેને વિદેશ જવુ હોય તો કોની પરવાનગી જોઈએ?

જણાવી દઈએ કે, મનીષ સિસોદિયા 17 મહિનાથી તિહાર જેલમાં બંધ છે. સીબીઆઈએ ભ્રષ્ટાચારના કેસમાં 26 ફેબ્રુઆરી 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં 9 માર્ચ 2023ના રોજ તેની ધરપકડ કરી હતી.
આ કેસમાં અત્યાર સુધી 400 થી વધુ સાક્ષીઓ અને હજારો દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં કેસનો અંત આવે તેવી કોઈ શક્યતા નથી. આ સ્થિતિમાં સિસોદિયાને કસ્ટડીમાં રાખવા તેમના સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. માનવામાં આવે છે કે સિસોદિયા આજે સાંજ સુધીમાં જેલમાંથી બહાર આવી શકે છે.
મનીષ સિસોદિયાને જામીન આપતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ સમાજના સન્માનિત વ્યક્તિ છે. તેથી તેના ભાગી જવાની કોઈ શક્યતા નથી. પરંતુ પછી તેઓએ કેટલીક શરતોનું પાલન કરવું પડશે. જેમાં પ્રથમ શરત એ છે કે સિસોદિયાએ જામીન માટે પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે. તેમને દર સોમવાર અને ગુરુવારે પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
જણાવી દઈએ કે, આરોપીને વિદેશ જવા માટે ઘણા નિયમો છે. મનીષ સિસોદિયાના કિસ્સામાં જો તેમને કોઈ તાત્કાલિક અથવા સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર વિદેશ જવાની જરૂર લાગે તો તેઓ કોર્ટ પાસેથી પરવાનગી મેળવી શકે છે. તેમનો પાસપોર્ટ જમા થઈ ગયો છે અને કોર્ટના આદેશ બાદ જ તેને ફરીથી તેનો પાસપોર્ટ મળશે અને વિઝા સંબંધિત તમામ કાર્યવાહી શરૂ થઈ શકશે.
જો કે, તેમની અરજીમાં કોઈ ગેરરીતિની શંકા હોય તો સીબીઆઈ અને પોલીસ સહિત અન્ય એજન્સીઓ કોર્ટમાં પુરાવા રજૂ કરીને તેમની મુસાફરી પર રોક લગાવી શકે છે.
જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ વિદેશ પ્રવાસ કરતા પહેલા અલગ-અલગ વિભાગો પાસેથી મંજૂરી લેવી પડે છે. કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓની મંજૂરી મેળવવાની પ્રક્રિયામાં તફાવત છે.
જો કોઈપણ રાજ્યના મુખ્યમંત્રીને વ્યક્તિગત અથવા કામના હેતુ માટે વિદેશ પ્રવાસ કરવો હોય તો તેમણે રાજકીય અને વિદેશી યોગદાન નિયમન કાયદા હેઠળ મંજૂરી મેળવવી જરૂરી છે.
જો કોઈ સાંસદ સંસદ સત્ર દરમિયાન વ્યક્તિગત પ્રવાસ પર જાય છે, તો તેના માટે પણ વડાપ્રધાનની મંજૂરી જરૂરી છે. કેબિનેટ સચિવાલય દ્વારા 2015માં મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય સરકારી અધિકારીઓની વિદેશ યાત્રાઓ અંગે એક પરિપત્ર જારી કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
