Manish Sisodia Arrested : તિહાડમાં મનિષ સિસોદિયાની મની લોન્ડ્રિંગના આરોપમાં ધરપકડ
Manish Sisodia Arrested : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં મનિષ સિસોદિયાની ધરપકડ કરી છે. મનિષ સિસોદિયા હાલ CBIની કસ્ટડીમાં છે.
Manish Sisodia Arrested : પ્રવર્તન નિદેશાલય દ્વારા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયા હાલમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ની કસ્ટડીમાં છે. ઉલ્લેખનીય છે કે, મનિષ સિસોદિયાની મનિ લોન્ડ્રિગ કેસના આરોપો હેઠળ તપાસ ધરપડક કરવામાં આવી હતી.

પાંચ કલાક સુધી ચાલી પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાની ત્રણ દિવસમાં બીજી વખત પૂછપરછ કર્યા બાદ ગુરુવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. EDએ પહેલા 7 માર્ચના રોજ લગભગ પાંચ કલાક સુધી તેમનું નિવેદન નોંધ્યું હતું.

આ આધાર પર EDએ કરી સિસોદિયાની પૂછપરછ
સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસીના મામલાના વિવિધ પાસાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. ED દ્વારા વારંવાર ફોન બદલીનેપુરાવાનો નાશ, જથ્થાબંધ વેપારીઓ માટે નફાના માર્જિનને પાંચ ટકાથી બદલીને 12 ટકા, સાઉથ ગૃપ દ્વારા AAP નેતાઓ વતી વિજયનાયરને કથિત રીતે ચૂકવવામાં આવેલી કિકબેક વગેરેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. EDએ નીતિ સંબંધિત ગૃપ ઓફ મિનિસ્ટર્સ રિપોર્ટમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

મનિષ સિસોદિયા 20 માર્ચ સુધી CBI કસ્ટડીમાં
સિસોદિયાની CBI દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ દિલ્હી એક્સાઈઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ મનિષ સિસોદિયા હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સિસોદિયા 20 માર્ચ સુધી કસ્ટડીમાં રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
