દિલ્હી સરકારના મંત્રીમંડળમાંથી મનિષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને આપ્યુ રાજીનામુ
સીએમ કેજરીવાલે કેબિનેટમાંથી મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનું રાજીનામું સ્વીકારી લીધું છે.
દિલ્હી દારૂ નીતિ કૌભાંડ હેઠળ ધરપકડ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય સત્યેન્દ્ર જૈને પણ કેબિનેટમાં પોતાના પદ પરથી રાજીનામું દિલ્હી સરકારને મોકલી દીધું છે. બંને નેતાઓનું રાજીનામું સીએમ અરવિંદ કેજરીવાલે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી સરકારના કેબિનેટમાંથી મનીષ સિસોદિયાના રાજીનામા બાદ સરકારના કુલ 33 પોર્ટફોલિયોમાંથી 18 ખાલી થઈ ગયા છે. મનીષ સિસોદિયા પાસે 7 મહત્વના પોર્ટફોલિયો હતા. જેમાં શિક્ષણ, જાહેર બાંધકામ, નાણા, આબકારી, ઉર્જા, પાણી, આરોગ્ય જેવા મહત્વના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનીષ સિસોદિયાના રાજીનામાની સાથે જ મની લોન્ડરિંગના આરોપમાં 9 મહિનાથી તિહાર જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું છે. આ પહેલા સિસોદિયા પોતાના પોર્ટફોલિયોની સાથે સત્યેન્દ્ર જૈનનો વિભાગ સંભાળતા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના રાજીનામા બાદ હાલ કોઈ નવા મંત્રી શપથ લેશે નહીં. સિસોદિયાનો પોર્ટફોલિયો દિલ્હીના કેબિનેટ મંત્રીઓ કૈલાશ ગેહલોત અને રાજ કુમાર આનંદને આપવામાં આવી શકે છે.
દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ બાદ મનીષ સિસોદિયા 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર છે. મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ કોર્ટે તેને હાઈકોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. જ્યારે દિલ્હી સરકારમાં આરોગ્ય મંત્રી રહેલા સત્યેન્દ્ર જૈન 9 મહિનાથી તિહાર જેલમાં છે. તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ચાર્જશીટમાં અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
