Manipur Violence : કોણ છે મહિલાઓને નગ્ન ફેરવનારા નરાધમો? મુખ્ય આરોપીના ઘરને આગ લગાવાઈ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્યની બીજેપી સરકારના ભેદી મોન વચ્ચે મણિપુરમાં મહિલાઓને નગ્ર પરેડ કરાવાઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે અચાનક સરકારની ઉઘ ઉડી છે અન મોડી મોડી કાર્યવાહી શરૂ કરી છે.
મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટનામાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ નરાધમો પર આરોપ છે કે તેમને મહિલાઓને પરેડ કરાવવા સાથે સાથે સામુહિક બળાત્કાર પણ ગુજાર્યો હતો.

હવે પોલીસે આ નરાધમોની ઓળખ વાયરલ વીડિયો દ્વારા કરી છે. પોલીસે હાલ 4 આરોપીઓની ધરકડ કરી છે અને અન્ય આરોપીઓને કસ્ટડીમાં લેવા માટે 12 ટીમ બનાવવામાં આવી છે.
અહેવાલો અનુસાર, આ ઘટના 4 મેની છે. 3 મેના રોજ કુકી સમુદાય દ્વારા આદિવાસી એકતા માર્ચ કાઢવામાં આવી હતી અને આ કૂચ દરમિયાન જ કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
આ ઘટના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની નબળી નીતિને કારણે સમગ્ર રાજ્યમાં 40 દિવસ સુધી હિંસા ચાલતી રહી. આખરે 19 જુલાઈએ બે મહિલાઓનો રોડ પર નગ્ન અવસ્થામાં ફેરવાનો વીડિયો વાયરલ થતા પીએમ નરેન્દ્ર મોદીએ પણ મગરમચ્છના આસું વહાવ્યા હતા.
નગ્ન પરેડ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આરોપી હેરદાસની થોઉબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. અન્ય ત્રણ આરોપી અરુણ સિંહ, જીવન ઇલાંગબમ અને તોમ્બા સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.
વાયરલ વીડિયો દ્વારા તમામ લોકોની ઓળખ કરવામાં આવી છે અને પોલીસ અન્ય આરોપીઓની પૂછપરછ કરીને અન્ય આરોપીઓને પકડવાની યોજના બનાવી રહી છે.
આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ગુસ્સામાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી હેરદાસના ઘરને આગ લગાવી દીધી છે. લોકોનો રોષ દિવસેને દિવસે વધી રહ્યો છે અને રાજનીતિ પણ ગરમાઈ છે. કેન્દ્ર સરકારથી નબળી નીતિને લઈને હવે વિપક્ષ સરકારને ઘેરી રહી છે. લોકો આ આરોપીઓ માટે ફાંસીની માંગ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
