Manipur Violence: મણિપુરમાં ફરી બગડી પરિસ્થિતિ, 5 દિવસ માટે બંધ કરાઈ ઈન્ટરનેટ સેવા
Manipur Violence: મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસા બાદ રાજ્યમાં થોડા સમય માટે શાંતિ હતી. જે બાદ હવે મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ફરી અથડામણો શરૂ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં અશાંતિ ફેલાવી રહી છે.
મણિપુરમાં બગડતી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. રાજ્ય સરકારે મંગળવારના રોજ પાંચ દિવસ માટે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
મણિપુરમાં મંગળવારના રોજ સતત બીજા દિવસે વિદ્યાર્થીઓનો હિંસક વિરોધ ચાલુ રહ્યો હતો. ફરી એકવાર રાજભવન તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓની સુરક્ષા દળો સાથે ઘર્ષણની ઘટના સામે આવી છે.
વિદ્યાર્થીઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો, અને ગોફણથી ગોળાઓ ચલાવી હતી. આ બાદ પ્રદર્શનકારીઓ પર ટિયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા.
અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે મંગળવારના રોજ રાજધાની ઇમ્ફાલમાં હિંસક વિરોધને કાબૂમાં લેવા માટે વધુ 2,000 CRPF જવાનોને મણિપુર મોકલવાનો નિર્ણય કર્યો છે.
આ દરમિયાન રાજ્ય સરકારની સૂચનાઓને પગલે વહીવટીતંત્રે ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમમાં કર્ફ્યુ લાદી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મણિપુરમાં એક વર્ષથી વધુ સમયથી હિન્દુ બહુમતી અને ખ્રિસ્તી કુકી સમુદાય વચ્ચે અથડામણ ચાલી રહી છે.
રાજ્યમાં જાતિય હિંસાને કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે. ગયા અઠવાડિયે હિંસક ઘટનાઓમાં 11 લોકો માર્યા ગયા હતા.
એક નિવેદનમાં મણિપુર સરકારે જણાવ્યું હતું કે, મણિપુર રાજ્યના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં લીઝ્ડ લાઇન્સ, VSAT, બ્રોડબેન્ડ અને VPN સેવાઓ સહિત ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સેવાઓ 10 સપ્ટેમ્બરના રોજ બપોરે 3 કલાકથી 15 સપ્ટેમ્બરના બપોર 3 કલાક સુધી પાંચ દિવસ માટે સ્થગિત કરવામાં આવશે. કામચલાઉ સસ્પેન્શન/બેરિંગ ઓર્ડર આપવામાં આવ્યો હતો.
રાજ્યની રાજધાની ઇમ્ફાલ અને આસપાસની ખીણમાં મંગળવારના રોજ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના વિરોધ પ્રદર્શનો અને પોલીસ સાથે ઘર્ષણ થયા બાદ મંગળવારના રોજ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
વિરોધીઓએ ગયા અઠવાડિયે હથિયારો અને ડ્રોન હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં વિરોધ પ્રદર્શન પણ થયા, જેના દ્વારા લોકોએ બળવાખોરો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
