મણિપુર હિંસા પીએમ મોદી માટે મહત્વપુુર્ણ નથી, રાહુલ-મમતાએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા
પટનામાં તમામ વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાવા જઈ રહી છે તે પહેલા વિપક્ષી નેતાઓ મણિપુર હિંસાને લઈને એક સુરમાં કેન્દ્રની બીજેપી સરકાર પર આકરા પ્રકાર કરી રહ્યા છે. હવે મમતા બેનર્જી અને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ હતુ.
મણિપુર હિંસા અંગે સરકાર દ્વારા 24 જૂને નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ આ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. બંને નેતાઓએ હિંસાને કેન્દ્રની નિષ્ફળતા ગણાવી અને આકરા પ્રહાર કર્યા.

રાહુલ ગાંધીએ મણિપુર હિંસા મુદ્દે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકની ઝાટકણી કાઢતા ટ્વિટ કર્યુ કે, મણિપુર 50 દિવસથી સળગી રહ્યું છે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મૌન રહ્યા. હવે સર્વપક્ષીય બેઠક એવા સમયે બોલાવવામાં આવી છે જ્યારે વડાપ્રધાન પોતે દેશમાં નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે આ બેઠક તેમના માટે મહત્વની નથી.
આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કટાક્ષ કરતા કહ્યું કે, હવે ઘણું મોડું થઈ ગયું છે, મેં પત્ર લખ્યો હતો કે મારે મણિપુર જવું છે, પરંતુ મને ગઈકાલે એટલે કે બુધવારે જવાબ મળ્યો. હું આ બેઠકમાં નહીં જાઉ. ડેરેક ઓ'બ્રાયન મારી જગ્યાએ મીટિંગમાં હાજરી આપશે.
જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મણિપુર હિંસા અંગે 24 જૂને દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરની સ્થિતિ પર ચર્ચા થશે. રાજ્યમાં હિંસામાં અત્યાર સુધીમાં 100 થી વધુ લોકોના મોત થયા છે અને 10 હજાર ઘર બાળી દેવાયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
