મણિપુર હિંસા: LPG સિલિન્ડર 1800 રુપિયા, બટાકા 100 રુપિયા, પેટ્રોલ 170 રુપિયા... જાણો કારણ
Manipur Violence: મણિપુરમાં ફરીથી હિંસા ફાટી નીકળ્યા બાદ સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી અહીંનુ વાતાવરણ ખૂબ જ તંગ છે, જેના કારણે જરુરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે.
વાસ્તવમાં, મણિપુરમાં બહારથી આવતા માલના આગમન પર ખરાબ અસર પડી છે, જેના કારણે વસ્તુઓની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. ચોખા, બટાકા, ડુંગળી, ઈંડા, એલપીજી સિલિન્ડર, પેટ્રોલના ભાવ પણ સત્તાવાર દરો કરતા ઘણા વધી ગયા છે.

ઇમ્ફાલની એક સરકારી શાળામાં કામ કરતી શિક્ષિકા માંગલેંબી ચનમે જણાવ્યુ કે પહેલા 50 કિલો સુપરફાઇન ચોખાની કિંમત 900 રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત 1800 રૂપિયા છે. બટાટા અને ડુંગળીના ભાવમાં પણ પ્રતિ કિલો 20-30 રૂપિયાનો વધારો થયો છે.
એલપીજી સિલિન્ડર કાળાબજારમાં 1800 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. પેટ્રોલની કિંમત 170 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. ઇમ્ફાલ પશ્ચિમના ઘણા જિલ્લાઓમાં વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક નાગરિકે જણાવ્યું કે ઈંડાની કિંમતમાં પણ ઘણો વધારો થયો છે, અહીં એક કેરેટ ઈંડાની કિંમત 300 રૂપિયા થઈ ગઈ છે, જે સામાન્ય રીતે 180 રૂપિયામાં મળતી હતી.
જો સુરક્ષા કર્મચારીઓ આવશ્યક ચીજવસ્તુઓ વહન કરતી ટ્રકોની સુરક્ષા ન કરતા હોત તો કિંમતો હજુ વધુ વધી ગઈ હોત. જ્યારે અહીં સુરક્ષાકર્મીઓ તૈનાત ન હતા ત્યારે બટાકાની કિંમત પણ 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. કેટલાક લોકોનુ કહેવુ છે કે તમાકુ ઉત્પાદનોના ભાવમાં પણ ઘણો વધારો થયો છે.
વાસ્તવમાં, મણિપુરના ઇમ્ફાલમાં ટ્રકોની અવરજવર પ્રભાવિત છે, રસ્તાઓ પર અવરોધો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટર્સ અહીં વાહનો મોકલી રહ્યા નથી. મેૈતેઇ સમુદાય દ્વારા એસટીનો દરજ્જો આપવાની માંગણી કરવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી.
સેનાના અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં આવશ્યક ઉત્પાદનોનો સંગ્રહ ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે, જેના કારણે NH 37 પરની ગતિવિધિમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. આ હાઈવે પર ટ્રકોની અવરજવર 15 મેથી શરૂ થઈ ગઈ છે, સુરક્ષા કર્મચારીઓ સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે મક્કમ છે.
ખાદ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર સમયાંતરે વસ્તુઓની કિંમતો નક્કી કરે છે, તેથી જે કોઈ પણ વધુ કિંમતે વસ્તુઓ વેચી રહ્યું છે તેને સજા થઈ શકે છે. હિંસા બાદ રાજ્ય સરકારે 18 ઉત્પાદનોના છૂટક અને જથ્થાબંધ ભાવોની સુધારેલી યાદી બહાર પાડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
