મણિપુરમાં ભીડનો મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર હુમલો, જાણો હાલ શું છે સ્થિતી?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને મણિપુરની બીજેપીની સરકારના ભેદી મૌન વચ્ચે મણિપુર સળગી રહ્યુ છે. હવે સ્થિતી એ છે કે હિંસા મુખ્યમંત્રીના નિવાસસ્થાન સુધી પહોંચી ગઈ છે.
મણિપુરમાં ઘણા વિસ્તારોમાં ફરી હિંસક પ્રદર્શનો સતત જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ટોળાએ મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહના પરિવાર સાથે જોડાયેલા આવાસ પર હુમલો કરી દીધો હતો. જોકે તે સમયે ત્યાં કોઈ હાજર નહોતું.

બે વિદ્યાર્થીઓની હત્યા બાદ રાજ્યમાં વાતાવરણ ગરમાયું છે. ઈમ્ફાલમાં વિવિધ સ્થળોએ દેખાવો થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સીએમ આવાસ તરફ કૂચ કરવાની યોજના બનાવી છે પરંતુ સુરક્ષા દળો તેમને રોકી રહ્યાં છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઈમ્ફાલ ઘાટીમાં મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.
બુધવારે થૌબલ જિલ્લામાં હિંસક દેખાવો થયા હતા અને વિરોધ કરી રહેલા જૂથે ભાજપ કાર્યાલયનો ગેટ તોડી નાખ્યો હતો. આ પછી બારીઓ તોડી અંદર આગ લગાવી દીધી. થોડી જ વારમાં સુરક્ષા સેનાએ ઉપદ્રવીઓને હટાવી દીધા હતા.
હાલમાં જ રાજ્ય સરકારે ઈન્ટરનેટ પરથી પ્રતિબંધ હટાવ્યો છે. જે બાદ મીટીના બે વિદ્યાર્થીઓની હત્યાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનાથી સરકાર હચમચી ગઈ ફરીથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દીધો.
નવા આદેશ અનુસાર, 1 ઓક્ટોબરે સાંજે 7:45 વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત રાજ્યમાં શાળાઓ પણ બંધ રાખવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
