મંદસૌર ગેંગરેપ મામલે બંને આરોપીઓને ફાંસીની સજા
મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર મામલે કોર્ટે રેપ અને પોક્સો એક્ટ હેઠળ બંને આરોપીઓને દોષી કરાર આપ્યા છે. આ બંનેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે.
મધ્યપ્રદેશના મંદસૌરમાં સાત વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર મામલે કોર્ટે રેપ અને પોક્સો એક્ટ હેઠળ બંને આરોપીઓને દોષી કરાર આપ્યા છે. આ બંનેને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. ન્યાયાધીશ નિશા ગુપ્તાની અદાલતેમાં બંને આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા. રેપની આ ઘટના બાદ દેશમાં લોકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો અને લોકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા અને ન્યાયની આજીજી કરી હતી.

7 વર્ષની માસૂમ બાળકીનું સ્કૂલમાંથી અપહરણ
મંદસૌરની 7 વર્ષની માસૂમ બાળકીનું સ્કૂલમાંથી અપહરણ કરીને આસિફ અને ઈરફાન નામના યુવકોએ બાળકી સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. વળી, આ બર્બરતા બાદ બાળકી જિંદગી અને મોત વચ્ચે કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં લડતી રહી હતી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યાો હતો. નીમચ, મંદસૌર સહિત સમગ્ર માલવાના જિલ્લા બંધ રહ્યા હતા. પોલિસે ઘટનાના બે દિવસની અંદર જ આરોપીઓની ધરપકડ કરી હતી.

ચૂકાદા પહેલા દરિન્દોના ચહેરા પર દેખાઈ બેચેની
ચૂકાદાના એક દિવસ પહેલા સોમવારે રાતે બંને દરિન્દોના ચહેરા પર સજાની આશંકાના કારણે ડર સાફ દેખાતો હતો. જેલના સૂત્રોની માનીએ તો સોમવારની સવારે બંને આરોપીઓના ચહેરા પર સજા અંગે બેચેની હતી. સાંજે લગભગ સાડા છ થી સાત વાગ્યા વચ્ચે બંને આરોપીઓનો જમવાનું આપ્યુ. પરંતુ સજાના ડરથી આરોપીઓ ઓછુ જમ્યા. ત્યારબાદ પોતાના બેરેકમાં ક્યારેક બેસતા તો ક્યારેક પર જોતા. મોડી રાત સુધી આરોપી બેરેકમાં ક્યારેક ઉભા થઈને આમથી તેમ ફર્યા કરતા તો ક્યારેક પડખા ફર્યા કરતા.

એક મહિના અને નવ દિવસમાં આવ્યો ચૂકાદો
જાણકારી અનુસાર પોલિસ દ્વારા આ મામલે 12 જુલાઈના રોજ ન્યાયાલયમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. 30 જુલાઈના રોજ આ મામલે સુનાવણી શરૂ થઈ હતી જે 8 ઓગસ્ટ સુધી ચાલી હતી. વકીલે લગભગ 37 સાક્ષીઓ રજૂ કર્યા હતા. 14 ઓગસ્ટના રોજ અંતિમ દલીલો થઈ હતી. ન્યાયાધીશે 21 ઓગસ્ટના રોજ ચૂકાદા માટે તારીખ આપી હતી. આ પ્રકરણમાં 115 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે.

આ હતો મામલો
26 જૂનની સાંજે 5.30 વાગે હાફિજ કોલોની સ્થિત વિદ્યાલયથી 8 વર્ષીય બાળકીનું અપહરણ કરીને આસિફ અને ઈરફાન લક્ષ્મણ દરવાજા પાસે જંગલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકી સાથે દુષ્કર્મ કર્યુ અને તેનું ગળુ ચાકૂથી કાપીને મૃત સમજીને ત્યાંથી ભાગી ગયા હતા. 27 જૂને બપોરે બાળકી લથડાતા બહાર આવી હતી. પોલિસકર્મી તેને હોસ્પિટલ લાવ્યા. અહીંથી પ્રાથમિક ઉપચાર બાદ ડૉક્ટરોએ બાળકીને ઈન્દોર મોકલી હતી. બાળકીનો અત્યારે ઈન્દોરમાં ઉપચાર ચાલી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
