નેવી ઑફિસરની પત્નીને Video કૉલ કરીને કપડાં ઉતારી નાખ્યાં અને પછી..
નેવી ઑફિસરની પત્નીને Video કૉલ કરીને કપડાં ઉતારી નાખ્યાં અને પછી..
મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક નેવી ઑફિસરની પત્ની સાથે દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. અહીં એક શખ્સે નેવી ઑપિસરની પત્ની સાથે વીડિયો કૉલ પર અશ્લીલ હરકત કરી. વીડિયો કોલ પર તે સંપૂર્ણપણે ન્યૂડ થઈ ગયો. આ જોઈ મહિલા ડરી ગઈ અને તેણે પોલીસમાં આ મામલાની ફરિયાદ કરી. પોલીસે મામલો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીની ઓળખ રવિકાંત તિવારીના રૂપમાં થઈ છે. તેની પાસેથી બે મોબાઈલ જપ્ત થયા છે જેમાંથી કેટલીય અશ્લીલ ફિલ્મો મળી આવી. આરોપીએ કેટલી મહિલાઓ સાતે આવી હલકટ હરકત કરી છે તે જાણી શકાય તે માટે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

મહિલાએ સૌથી પહેલા પતિને જણાવી આ વાત
પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ મહિલાએ આ મામલાની ફરિયાદ સૌથી પહેલા તેના પતિને કરી. કફ પરેડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે મહિલાની ગરિમાને ઠેંસ પહોંચાડવા અને વીડિયો કૉલ પર અશ્લીલ હરકત કરવાના આરોપમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય કોઈના નામ પર સિમ રજિસ્ટર હતું
શરૂઆતી તપાસમાં પોલીસને માલુમ પડ્યું કે જે નંબર પરથી આરોપી મહિલાને ફોન કરી રહ્યો તો તે નંબર છવિ રાઠોડ નામની મહિલાના નામે રજિસ્ટર્ડ છે. આગળ તપાસ કરવા પર માલૂમ પડ્યું કે નંબર વિલે પાર્લમાં ઓમ લૉજિસ્ટિક્સ કંપનીના નામે રજિસ્ટર્ડ છે. પાસમાં માલૂમ પડ્યું કે આરોપી રવિકાંત કંપનીના આ નંબરનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસે કંપનીના વરિષ્ઠ અધિકારીઓને આ મામલાની જાણકારી આપી અને રવિકાંતની ધરપકડ કરી લીધી. હવે પોલીસ માહિતી મેળવવાની કોશિશ કરી રહી છે કે તેને મહિલાનો નંબર ક્યાંથી મળ્યો અને એમ જ મહિલાને ફોન શા માટે કરી દીધો.

મોબાઈલમાંથી મળી અશ્લીલ ક્લિપ્સ
આરોપી પાસેથી બે સેલફોન જપ્ત થયા, જેમાં વાંધાજનક વીડિયો છે. પોલીસે જણાવ્યું કે આ વીડિયોમાંથી આરોપીએ ખુદ કેટલા વીડિયો બનાવ્યા અને એકેય વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ તો નથી કરી દીધાને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ તાની પણ તપાસ કરી રહી છે કે આરોપી મહિલાઓને બ્લેકમેલ તો નહોતો કરતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
