Lok Sabha elections 2024: ભાજપના 400 પારના નારા પર મમતા દીદીની ચેલેન્જ - 'પહેલા 200 સીટો જીતીને બતાવો'
Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. આ ક્રમમાં તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. સીએમ મમતા બેનર્જીએ રવિવારે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના NDAના 400ને પાર કરવાના લક્ષ્યની મજાક ઉડાવી હતી.
મમતા દીદીએ TMC ઉમેદવાર મહુઆ મોઇત્રાના સમર્થનમાં કૃષ્ણનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે 400 પારનો નારો આપનાર ભાજપને ખુલ્લો પડકાર આપ્યો હતો તેને ઓછામાં ઓછી 200 બેઠકો જીતવાનો પડકાર ફેંક્યો હતો.

પોતાના ભાષણમાં મમતા બેનર્જીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપ '400 પાર' કહી રહી છે, હું તેમને પડકાર આપું છું કે તે પહેલા 200 સીટોનો બેન્ચમાર્ક પાર કરે. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 200થી વધુ બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ તેમને 77 પર અટકવુ પડ્યું. આ 77માંથી અમુક અમારી સાથે જોડાઈ ગયા.
એટલું જ નહીં, ભાજપને 'જુમલા' પાર્ટી ગણાવતા, TMC સુપ્રીમોએ તેમના પર નાગરિકતા સંશોધન કાયદા (CAA) અંગે "જૂઠાણું ફેલાવવાનો" આરોપ પણ લગાવ્યો. મમતાએ કહ્યું કે તે રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. તેમણે લોકોને ચેતવણી આપી કે સીએએ માટે અરજી કરનાર કોઈપણ વિદેશી બની જશે.
બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, "સીએએ એ કાયદેસર નાગરિકોને વિદેશી બનાવવાની જાળ છે. એકવાર તમે સીએએ લાગુ કરી દો પછી NRC પણ લાગુ કરવામાં આવશે. અમે પશ્ચિમ બંગાળમાં સીએએ કે એનઆરસીને મંજૂરી આપીશું નહીં. કેન્દ્ર સરકારના ખોટા આશ્વાસનમાં ના પડશો."
રમમતા બેનર્જીએ વિવારની રેલીમાં ઈન્ડિયા બ્લોકના ભાગીદારો CPI(M) અને કોંગ્રેસ પર પશ્ચિમ બંગાળમાં "ભાજપ સાથે હાથ મિલાવવાનો" આરોપ પણ મૂક્યો હતો. તેમણે કહ્યું, "પશ્ચિમ બંગાળમાં કોઈ ઈન્ડિયા ગઠબંધન નથી. સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ બંગાળમાં ભાજપ માટે કામ કરી રહ્યા છે. મે આ ઈન્ડિયા બ્લોકની રચના કરી છે અને તેને આ નામ આપ્યું છે. ચૂંટણી પછી અમે તેના વિશે ધ્યાન આપશુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
