અમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છે, શુદ્ધિકરણ કરવું પડશેઃ મમતા બેનરજી
અમિત શાહની રથયાત્રા નહી 'રાવણ યાત્રા' છેઃ મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપની શરૂ થઈ રહેલી રથ યાત્રા પર પ્રહાર કરતા આ રથયાત્રાને રાવણ યાત્રાનું બિરુદ આપ્યું. કહ્યું કે એ વિસ્તારોને શુદ્ધ કરવાનું અભિયાન પણ ચલાવવામાં આવશે જ્યાંથી ભાજપની રથયાત્રા નીકળશે. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમોએ સમર્થકોને કહ્યું કે તેઓ આ રથયાત્રાની અવણગણના કરે.

મમતા બેનરજીઓ ભાજપની રથયાત્રા પર સવાલ ઉઠાવ્યા
મમતા બેનરજીએ ભાજપની રથ યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું, મને અચરજ પામી રહ્યું છે કે ફાઈવ સ્ટાર સુવિધાથી યુક્ત રથોમાં આ કેવા પ્રકારની યાત્રા હશે? આ રાવણ યાત્રા છે, ન કે રથયાત્રા. એમણે આગળ કહ્યું, 'મારી પાર્ટીના કાર્યકરોને મેં કહી દીધું કે જે વિસ્તારોમાંથી આ રથયાત્રા નીકળે ત્યાં સફાઈ માટે શુદ્ધિકર અને એકતા યાત્રા આયોજિત કરે.'

મંજૂરી આપવામાં ટીએમસી જાણીજોઈને વિલંબ કરી રહી છેઃ ભાજપ
મમતા બેનરજીનું નિવેદન ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘો,ના એ આરોપો બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે આ મોટા આયોજનની મંજૂરી આપવામાં ટીએમસી જાણીજોઈને વિલંબ કરી રહી છે. એમણે કહ્યું, અમે બે અઠવાડિયા પહેલા સરકારને પ્રસ્તાવિત માર્ગની પૂરી વિગતો આપી હતી. અમે પ્રતિક્રિયા માટે ઈંતજાર કરી રહ્યા છીએ પરંતુ અનુમતિ આપવામાં વારંવાર બહાના કેમ આપી રહ્યાં છે.

રથયાત્રામાં મોદી પણ સામેલ થઈ શકે
જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં બાજપ રથયાત્રા કાઢવા જઈ રહ્યું છે. પાર્ટી સૂત્રોનું કહેવું ે કે 2019ના લોકસભા ચૂંટણી પહેલા મમતા બેનરજી સરકારની પોલ ખોલવા માટે આ યાત્રા સફળ થવી જરૂરી છે. મુખ્ય યાત્રા ભાજપના અધ્યક્ષ અમિત શાહ દ્વારા રવાના કરવામાં આવશે જ્યારે અહેવાલ મળી રહ્યા છે, કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ યાત્રામાં જોવા મળશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
