મતગણતરી પહેલા મલ્લિકાર્જૂન ખડગેએ કસી કમર, 4 રાજ્યોમાં નિરીક્ષકો કર્યા નિયુક્ત
ચાર રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા અને છત્તીસગઢમાં આજે એટલે કે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી પરિણામો પહેલા સંપૂર્ણ તૈયારી કરવા માંગે છે જેથી પરિણામ આવ્યા બાદ પોતાની રણનીતિ બનાવવામાં પાછળ ન રહે.
તેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ચારેય રાજ્યોમાં નિરીક્ષકોની નિમણૂક કરી છે. રાજસ્થાનમાં ભૂપિન્દર સિંહ હુડ્ડા, મધુસુદન મિસ્ત્રી, મુકુલ વાસનિક, શકીલ અહેમદ ખાનને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

છત્તીસગઢમાં અજય માકન, રમેશ ચેન્નીથલા, પ્રીતમ સિંહને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે મધ્ય પ્રદેશમાં અધીર રંજન ચૌધરી, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજીવ શુક્લા, ચંદ્રકાંત હંડોરને નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણામાં ડીકે શિવકુમાર, દીપા દાસ મુનશી, ડો.અજય કુમાર, કે મુરલીધરન, કેજે જ્યોર્જની નિમણૂંક કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા આ પાંચ રાજ્યોની ચૂંટણીને સેમીફાઈનલ તરીકે જોવામાં આવી રહી છે, તેથી કોંગ્રેસ તેમાં કોઈ કસર છોડવા માંગતી નથી. નોંધનીય છે કે રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે અને તેલંગાણામાં બીઆરએસની સરકાર છે. રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે, તેથી આ રાજ્યોના પરિણામો લોકસભા ચૂંટણીની સ્થિતિ અને દિશા નક્કી કરી શકે છે. કોંગ્રેસ તેલંગાણામાં વધુ સારા પ્રદર્શનની આશા રાખે છે, પાર્ટીને વિશ્વાસ છે કે તે અહીં પણ સરકાર બનાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
