Makar Sankranti: મકર સંક્રાંતિની દેશભરમાં ધૂમ, શ્રદ્ધાળુઓએ ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી
Makar Sankranti 2024: મકરસંક્રાંતિનો તહેવાર આજે દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. જો કે મકરસંક્રાંતિ દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે, પરંતુ દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 2024માં મકરસંક્રાંતિ 15 જાન્યુઆરી, સોમવારે ઉજવવામાં આવશે.
આ દિવસે સ્નાન, દાન અને સૂર્યની ઉપાસનાનું ઘણું મહત્વ છે. મકરસંક્રાંતિના અવસર પર દેશભરના ભક્તો ગંગા અથવા અન્ય નદીઓમાં શ્રદ્ધાથી પવિત્ર સ્નાન કરે છે. ઘણા લોકો પરંપરા મુજબ દાન પણ કરી રહ્યા છે. મકરસંક્રાંતિના અવસર પર આ કડકડતી ઠંડીમાં વારાણસીના ગંગા ઘાટ પર ભક્તોની ભીડ જોવા મળી હતી.

ઘણા લોકો અહીં ગંગામાં પવિત્ર સ્નાન કરવા આવ્યા છે. વારાણસી ઉપરાંત પ્રયાગરાજ, હરિદ્વાર, ઋષિકેશ, પટનામાં પણ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવામાં આવી છે. આ ઉપરાંત આજે દેશભરની પવિત્ર નદીઓમાં શ્રદ્ધાળુઓ આસ્થાપૂર્વક સ્નાન કરી રહ્યા છે. મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં શ્રદ્ધાપૂર્વક ડૂબકી મારવાનું અનેરું મહત્વ છે.
#WATCH | Uttar Pradesh: Devotees take a holy dip in the Ganga River in Varanasi on the occasion of Makar Sankranti. pic.twitter.com/IOQ6ernWSc
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 15, 2024
મકરસંક્રાંતિ પર દાન અને દક્ષિણાનું પણ વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી જ દાન કરવાની પરંપરા છે. દાન ત્યારે જ પુણ્ય ગણાય છે જ્યારે તે યોગ્ય સમયે અને પદ્ધતિથી કરવામાં આવે. માત્ર માહ પુણ્યકાળમાં દરમિયાન દાન કરવું શ્રેષ્ઠ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
