શ્રીનગર-કુપવાડા હાઈવે પર મોટો આતંકી હુમલો ટળ્યો, સેનાએ 3 સિલિન્ડર બોમ્બ નષ્ટ કર્યા
સેનાની સતર્કતાને કારણે શ્રીનગર-કુપવાડા હાઈવે પર હંદવાડા નજીક શુક્રવારે એક મોટો આતંકવાદી હુમલો ટળ્યો છે.
એક રોડ ઓપનિંગ પાર્ટીએ કુપવાડા જિલ્લામાં સ્થિત એક નગર લંગેટ નજીક ત્રણ 10 કિલોના એલપીજી સિલિન્ડરો સાથે જોડાયેલા હાઇ-પાવર્ડ ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસને નષ્ટ કર્યા છે.

આ IED કુપવાડાથી શ્રીનગરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મળી આવ્યો છે. અહીંથી લગભગ 1000 નાગરિક વાહનો અને 200 સંરક્ષણ વાહનોએ પસાર થયા હતા.
આ વિસ્તારમાં હાજર એર ડિફેન્સ યુનિટના કોલમ દ્વારા IED શોધી કાઢવામાં આવ્યો અને પોલીસ અને સેનાએ સાથે મળીને તે જ જગ્યાએ આઈઈડીનો નાશ કર્યો.
ભારતીય સેનાની ચિનાર વોરિયર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે લંગેટ-વોટરગામ રોડ પર આ IED રીકવર કરીને અને તેને સ્થળ પર નષ્ટ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, IED સાથે ઉત્તર કાશ્મીરના હંદવારા જિલ્લામાં રસ્તાના કિનારે શંકાસ્પદ રીતે 3 સિલિન્ડર પણ હતા, જે એકબીજા સાથે વાયરથી જોડાયેલા હતા.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નાના સિલિન્ડર ક્રોસિંગ પાસે ઝાડીઓમાં છુપાયેલા મળી આવ્યા છે. જે બાદ પોલીસ અને સેના દ્વારા સિલિન્ડરોનો નાશ કરવામાં આવ્યો હતો. વસ્તુઓનો નાશ ન થાય ત્યાં સુધી થોડો સમય વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
