કાશ્મીરને આતંકમાં હોમવાના છડયંત્રનો પર્દાફાશ, 11 જીવતા બોમ્બ મળ્યા
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઈ ગયો હોવાના ફાંકા મારતી કેન્દ્રની મોદી સરકારના ગાલ પર ફરીથી આતંકીઓએ તમાચો માર્યો છે. જો કે સેનાની સજગતાએ કાશ્મીરને સહેજ માટે આતંકમાં હોમવાથી બચાવી લીધુ છે.
સેનાએ જમ્મુ કાશ્મીરમાં ફરીથી એક મોટા આતંકી હુમલાના મોટા છડયંત્રનો પર્દાફાશ કર્યો છે. સેનાને પૂંચ સેક્ટરના સેરી ચૌવાના ગામમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે અને આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરાયા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવી અને તમામ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.

સેનાની એસઓજી ટીમ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, સેનાની રોમિયો ફોર્સ અને પૂંચની એસઓજી પોલીસે સંયુક્ત રીતે વિસ્ફોટકો શોધી કાઢ્યા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે 11 જીવતા બોમ્બ સહિત કુલ 61 વિસ્ફોટક સામગ્રી નષ્ટ કરી છે.
સેનાને હાથ લાગેલા આ તમામ વિસ્ફોટક સેરી ચૌવાના ગામમાંથી મળી આવ્યા છે. આ જથ્થો એટલો મોટો હતો કે આ એક મોટા આતંકવાદી ષડયંત્રને અંજામ આપી શકાય.
જમ્મુ-કાશ્મીરમાં એજન્સીઓ અને સેના ઘાટીમાં આતંકવાદને ખતમ કરવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. હાલમાં જ કુપવાડા પોલીસના સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન યુનિટે મોટી કાર્યવાહી કરતા પાકિસ્તાનથી કાર્યરત કુખ્યાત આતંકવાદી અસમાસ રિઝવાન ખાનની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
