મધ્ય પ્રદેશની સ્કૂલ વેન-બસ વચ્ચે ભીષણ અકસ્માત, 6 બાળકો સહિત સાતના મોત
મધ્ય પ્રદેશના સતનામાં આજે સવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. જ્યાં એક સ્કૂલી વાહનને બસે ટક્કર મારી દીધી. જેમાં શાળાના છ બાળકો સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે.
મધ્ય પ્રદેશના સતનામાં આજે સવારે ભીષણ રોડ અકસ્માત થયો છે. જ્યાં એક સ્કૂલ વેનને બસે ટક્કર મારી દીધી. જેમાં શાળાના છ બાળકો સહિત કુલ સાત લોકોના મોત નીપજ્યા છે. જાણકારી અનુસાર સ્કૂલ વેનમાં બાળકો કોન્વેન્ટ સ્કૂલ જઈ રહ્યા હતા. આ દરમિયાન આ રોડ અકસ્માત થયો. આસપાસના લોકોએ ઘટના સ્થળ પરથી ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા અને મૃતકોના શબ બહાર કાઢ્યા. ઘટનાની જાણકારી મળતા જ એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યુ.

આ દૂર્ઘટના સતના જિલ્લાના બિરસિંગપુર વિસ્તારની છે જ્યાં તમામ બાળકો પગાવર ગામથી સ્કૂલે જઈ રહ્યા હતા. આ બધા બાળકો બિરસિંહપુર લકી સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સ્કૂલ વેનને રીવા-ચિત્રકૂટ વચ્ચે ચાલતી બસે ટક્કર મારી દીધી હતી ત્યારબાદ વેનના ફૂરચા ઉડી ગયા હતા. દૂર્ઘટનામાં 8 બાળકો પણ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે વેનના ડ્રાઈવર સહિત સાત લોકોના મોત નીપજ્યા છે. જાણકારી અનુસાર બસ સેમરિયા તરફથી આવી રહી હતી.
જાણકારી અનુસાર ઝડપના કારણે આ દૂર્ઘટના બની છે. લોકોએ જણાવ્યુ કે સ્કૂલ વેન ઘણી ઝડપથી આવી રહી હતી ત્યારે સામસામે બસ અને વેનની ટક્કર થઈ ગઈ. ઘટના બાદ તમામ ઘાયલ બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા જ્યાં ડૉક્ટરોએ છ બાળકોને મૃત ઘોષિત કરી દીધા જ્યારે ઘાયલોનો ઈલાજ ચાલી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
