સરકારની સર્જરી: સાત રાજીનામા મંજૂર, 10 નવા ચહેરા જોવા મળશે

મંત્રીમંડળીય ફેરબદલ પહેલાં કેબિનેટમંત્રીઓમાં એસ.એમ. કૃષ્ણા (વિદેશ મંત્રી), અંબિકા સોની (સૂચના પ્રસારણ મંત્રી), મુકુલ વાસનિક (સામાજિક ન્યાય), સુબોધ કાંત સહાય (પર્યટન મંત્રી) રાજ્ય મંત્રી મહાદેવ ખંડેલા (આદિવાસી મામલે), રાજ્ય મંત્રી અગાથા સંગમા (ગ્રામીણ વિકાસ મંત્રી), રાજ્ય મંત્રી વિંસેંટ પાલા (જળ સંશાધન અને અલ્પસંખ્યક)એ રાજીનામા આપ્યાં છે. તેમનું કહેવું છે કે તે હવે પાર્ટી માટે કામ કરશે. એસ.એમ. કૃષ્ણાને સહિત બધાએ પોતાના રાજીનામા વડાપ્રધાન મનમોહન સિંહને આપ્યાં હતા.
શરૂઆતમાં અનુમાન લગાવવામાં આવતું હતું કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે પરંતુ હવે એવા અણસાર જોવા મળતા નથી. તેમને પાર્ટીમાં મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે અને શક્યતા છે કે તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. આનંદ શર્માને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયથી દૂર કરવામાં આવે તેવી શક્યતા છે અને એસ.એમ. કૃષ્ણાની જગ્યાએ વિદેશ મંત્રાલય સોંપવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. યૂપીએ-1 સરકારમાં તે વિદેશ મંત્રાલયમાં હતા.
આનંઅદ શર્માનું વાણિજ્ય મંત્રાલય ડી. પુરંદેશ્વરીને મળવાની શક્યતા છે અને જે દિવંગત એન.ટી. રામાવતની પુત્રી છે. તે માનવ સંશાધન મંત્રાલયમાં સાલ વર્ષ સુધી રહી છે. જે નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે તેમાં ચિંરજીવી (આંધ્ર પ્રદેશ), એ એચ ખાન ચૌધરી, પ્રદીપ ભટ્ટાચાર્ય અને દીપા દાસમુંશી (પશ્વિમ બંગાળ) તારીક અનવર (મહારાષ્ટ્ર), પ્રદિપ બાલમુચૂ (ઝારખંડ) અને પ્રદીપ માઝી (ઓરિસ્સા)નો સમાવેશ થાય છે. પુરંદેશ્વરી સિવાય અજય માકનને પણ કેબિનેટમંત્રી બનાવવામાં આવી શકે છે.
જે રાજ્યમંત્રીઓને બઢતી મળી શકે છે તેમાં સચિન પાયલોટ, જ્યોતિરાદિત્ય સિઘિંયા અને મિલિન્દ દેવડાનો સમાવેશ થાય છે. માકનને સૂચના પ્રસારણ મંત્રાલય મળી શકે છે. શહેરી વિકાસ મંત્રી કમલનાથને સંસદીય કાર્ય મંત્રાલયનો બોજો સોંપવામાં આવી શકે છે. હાલમાં આ મંત્રાલય પવન કુમાર બંસલ પાસે છે. અન્ય એક એનસીપી સાંસદને કૃષિ મંત્રાલયમાં રાજ્યમંત્રી બનાવી શકાય છે. હાલમાં કૃષિ મંત્રી શરદ પવાર છે, જે એનસીપી પ્રમુખ છે.
મંત્રીમંડળીય ફેરબદલ સિવાય કોંગ્રેસમાં સંગઠનમાં પણ પરિવર્તન થઇ શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજીનામું આપ્યા બાદ અંબિકા સોની, મુકુલ વાસનિક અને સુબિધકાંત સહાયે કહ્યું હતું કે તે પાર્ટી માટે કામ કરશે. અંબિકા સોની કેટલાક વર્ષો સુધી કોંગ્રેસ મહાસચિવ રહી ચૂક્યાં છે. તે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની રાજકીત સચિવ પણ હતી. વાસનિક કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ મહાસચિવ એમ બંને જવાબદારી સંભાળી રહ્યાં હતા. તેમના પર આરોપો લગાવવામાં આવ્યાં હતાં કે તેમને ઝારખંડની એક કંપનીને કોલસા વિતરણમાં લાગવગ કરી હતી. આ કંપનીમાં તેમના ભાઇ નિર્દેશક છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
