મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે SCમાં અરજી, કોર્ટે કહ્યુ, તેઓ એનાથી પણ પરે
સુપ્રીમ કોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.
સુપ્રીમ કોર્ટમાં મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવાની માંગ કરતી અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે કોઈ પણ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો છે. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ કહ્યુ કે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા છે અને તે આવા કોઈ પણ ઔપચારિક સમ્માનથી ઘણા મોટા છે. કોર્ટે અરજીકર્તાને કહ્યુ કે તે આ મુદ્દાને કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવી શકે છે પરંતુ કોર્ટે ખુદ આ મામલે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવાનો ઈનકાર કરી દીધો છે.

મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન કહ્યુ કે મહાત્મા ગાંધી માટે ભારત રત્ન શું છે તે આ સમ્માનથી ઘણા મોટા છે. અમે પણ ઈચ્છીએ છીએ કે તેમને સમ્માન મળે પરંતુ દેશના લોકો તેમને આવા કોઈ પણ સમ્માનથી ઘણા વધુ માને છે. તમને જણાવી દઈએ કે ભારત રત્ન દેશનુ સર્વોચ્ચ નાગરિક સમ્માન હોય છે. આ સમ્માન કોઈ પણ વ્યક્તિને દેશમાં સર્વશ્રેષ્ઠ યોગદાન માટે આપવામાં આવે છે. આની ભલામણ કેન્દ્રીય ગૃહ મંત્રાલય કરે છે, ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત વ્યક્તિને ભારત રત્ન આપવામાં આવે છે.
Supreme Court, while declining to pass any order in the PIL, said that Mahatma Gandhi is much higher than Bharat Ratna. https://t.co/0Fs4nY9DPk
— ANI (@ANI) 17 January 2020
ઉલ્લેખનીય છે કે ભારત રત્ન વર્ષ 1954થી આપવામાં આવતો રહ્યો છે અને અત્યાર સુધી 48 નાગરિકોને આપવામાં આવી ચૂક્યો છે. ભારત સરકારે ગયા વર્ષે ત્રણ હસ્તીઓ ભારત રત્નના સમ્માનથી નવાજ્યા છે. ગયા વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ગીતકાર ભૂપેન હજારિકા અને સમાજસેવી નાનાજી દેશમુખને ભારત રત્ન આપવામાં આવ્યુ હતુ. માહિતી માટે જણાવી દઈએ કે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનો દરજ્જો મળેલો છે. તેમનુ માત્ર ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં સમ્માન કરવામાં આવે છે. તેમણે આઝાદી માટે ચલાવેલા આંદોલનોમાં દેશની જનતાને જોડવાનુ કામ કર્યુ હતુ. મહાત્મા ગાંધીની હત્યા 30 જાન્યુઆરી, 1948ના રોજ ગોળી મારીને કરી દેવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
