મહારાષ્ટ્ર હિંસાની તપાસ ટાસ્ક ફોર્સને સોંપાઈ, મુખ્યમંત્રીએ શાંતિની અપીલ કરી
એક તરફ રાજનીતિક ઉથલપાથલ અને બીજી તરફ નબળી સત્તાને કારણે મહારાષ્ટ્રમાં ફરીથી હિંસા ભડકી છે. મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બનતા હવે તપાસ માટે ટાસ્ક ફોર્સ બનાવાઈ છે.
હવે હિંસક અથડામણ બાદ ઉંઘેલી સરકાર જાગી છે અને કાર્યવાહી શરૂ કરી છે. રાજ્ય સરકારે એસપી અને અન્ય એક અધિકારીને જિલ્લામાંથી હટાવ્યા છે અને ટાસ્ટ ફોર્સની રચના કરી દેવાઈ છે.

બીજી તરફ સીએમ એકનાથ શિંદેએ જાલના હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને લોકોને રાજ્યમાં શાંતિ જાળવવામાં સહકાર આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ઘટનાની તપાસ કરી રહેલી ટાસ્ક ફોર્સ સત્ય બહાર લાવશે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યુ કે, સરકારે ઘટનાની તપાસ માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. હરીશ સાલ્વે જેવા વરિષ્ઠ વકીલો તેનો ભાગ છે. અમારી સરકાર તેના પર મોટા પાયે કામ કરી રહી છે. જાલનામાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે કહ્યું કે, આ પહેલા પણ મરાઠાઓએ 58 વિરોધ પ્રદર્શન કર્યા હતા. સમુદાયના વિરોધીઓ દ્વારા તેઓએ ક્યારેય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ક્યાંય ખલેલ પહોંચાડી નથી, તાજેતરમાં જે ઘટનાઓ બની રહી છે તેમાં ઘણા રાજકીય લોકો મરાઠા સમુદાયના નામે રાજકારણ કરવા અને વિરોધ કરવા માંગે છે.
સીએમ સિંદેએ આગળ જણાવ્યુ કે, હું રાજ્યને શાંતિપૂર્ણ રાખવા વિનંતી કરું છું. આપણી ફરજ છે. એએસપીની જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે અને એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. કમિટી રિપોર્ટ સોંપશે પછી કાર્યવાહી કરાશે.
જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના જાલનામાં મરાઠા આરક્ષણની માંગ દરમિયાન હિંસાને સ્થિતી તંગ છે. શુક્રવારે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણમાં 40 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સિવાય પ્રદર્શનમાં સામેલ અન્ય કેટલાક લોકો પણ ઘાયલ હોવાના અહેવાલ છે.
પોલીસે આ કેસમાં 360 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. 16ની ઓળખ કરવામાં આવી છે. આ સિવાય મહારાષ્ટ્ર સરકારે ભૂખ હડતાળ પર બેઠેલા મનોજ જરાંગે પાટિલને પણ વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
