Maharashtra NCP Crisis: અજીત પવાર 30 MLA સાથે ભાજપમાં થઈ શકે છે સામેલ, શરદ પવારે કહ્યુ - અફવા
Maharashtra NCP Crisis: મહારાષ્ટ્રમાં એક સપ્તાહથી વધુ સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે સૂત્રો પાસેથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અજિત પવાર ભાજપ સાથે હાથ મિલાવે છે તો તેમની સાથે 30થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે.
જો કે એનસીપી પ્રમુખ શરદ પવારનું કહેવું છે કે આ માત્ર અફવા છે. મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે કહ્યુ કે જો અજિત પવાર એનસીપી છોડવાનો નિર્ણય લેશે તો તેમની પાર્ટી તેમને આવકારવા માટે ખુશ થશે.

શરદ પવારે મંગળવારે (18 એપ્રિલ) તેમના ભત્રીજા અજિત પવારના ભાજપમાં જોડાવાના અહેવાલોને ફગાવી દીધા હતા. શરદ પવારે કહ્યું કે અજિત પવાર ચૂંટણી સંબંધિત કામમાં વ્યસ્ત છે અને પાર્ટીમાં ચાલી રહેલી કટોકટી અંગેના તમામ અહેવાલો માત્ર અફવા છે.
ટીવી રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે જો અજિત પવાર સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવાનું નક્કી કરે છે, તો NCPના 53માંથી 34 ધારાસભ્યો તેમની સાથે રહેશે અને ભાજપમાં જોડાશે. શરદ પવારના ભત્રીજા અજિત પવારનું સમર્થન ધરાવતા NCPના બે ધારાસભ્યોએ કહ્યું કે તેઓ તેમના નેતા અજિત પવારને વફાદાર રહેશે, તેઓ આગામી દિવસોમાં જે પણ નિર્ણય લેશે.
તમને જણાવી દઈએ કે હાલમાં મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપ અને એનસીપી વચ્ચેનો તાલમેલ પહેલા કરતા વધુ છે. જો કે, અજિત પવારે સોમવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તેમણે 18 એપ્રિલે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે એનસીપીના વડા શરદ પવારે તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેને કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય ભાજપ સાથે હાથ નહીં મિલાવે. જો કોઈ આ કરવા માંગતુ હોય તો તે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે.
Ajit Pawar is busy with election-related work. All this talk is only in the media: NCP chief Sharad Pawar amid speculations of Ajit Pawar's alleged rebellion pic.twitter.com/clMTAQ8bcE
— ANI (@ANI) April 18, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
