મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનનો ઉધડો લીધો
Maharashtra Local Body Elections : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (SEC) ને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર ન કરાવવા બદલ ઠપકો આપ્યો છે.
જો કે, કોર્ટે એક વખતની છૂટ આપતા આ ચૂંટણીઓ 31 જાન્યુઆરી 2026 સુધીમાં પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. આ આદેશ બાદ રાજ્ય ચૂંટણી પંચે ત્રણ તબક્કામાં ચૂંટણી યોજવાની તૈયારી કરી લીધી છે.

રાજ્ય ચૂંટણી પંચે હજુ સુધી ચોક્કસ તારીખો જાહેર કરી નથી, પરંતુ તેમના આયોજન મુજબ ચૂંટણીઓ નીચે મુજબ યોજાશે.
- પહેલો તબક્કો (નવેમ્બર અંત) : જિલ્લા પરિષદો અને પંચાયત સમિતિઓની ચૂંટણી
- બીજો તબક્કો (ડિસેમ્બર/જાન્યુઆરી) : નગરપાલિકાઓ અને નગર પંચાયતોની ચૂંટણી
- ત્રીજો તબક્કો (જાન્યુઆરી અંત) : મહાનગરપાલિકાઓની ચૂંટણી
આ તબક્કાવાર ચૂંટણીઓ પાછળ રાજકીય ગણતરીઓ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને સત્તાધારી મહાયુતિ ગઠબંધન માને છે કે આ વ્યૂહરચના તેમના માટે ફાયદાકારક સાબિત થશે.
વિપક્ષી ગઠબંધન જેમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને NCP (શરદ પવાર જૂથ) સામેલ છે, તે હજુ એટલું સંગઠિત જોવા મળતું નથી.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં મહાયુતિનું વર્ચસ્વ વધુ છે. જો જિલ્લા પરિષદો અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મહાયુતિ સારો દેખાવ કરશે તો તેની સકારાત્મક અસર મહાનગરપાલિકાઓની ચૂંટણી પર પણ પડી શકે છે.
ચૂંટણી પંચે આ ચૂંટણીઓની તૈયારીઓ ઝડપી બનાવી છે. જિલ્લા પરિષદોના પ્રમુખો માટે અનામત ડ્રો પહેલેથી જ કાઢવામાં આવ્યો છે અને હવે વોર્ડ માટે અનામતનો ડ્રો કાઢવામાં આવશે.
નગરપાલિકાના વોર્ડની રચના 30 સપ્ટેમ્બર સુધીમાં અને મુંબઈ સહિતની 29 મહાનગરપાલિકાઓ માટે 13 ઓક્ટોબર સુધીમાં ફાઇનલ કરાશે. આ પ્રક્રિયા બાદ વોર્ડનું અનામત અને મતદાર યાદી તૈયાર કરવામાં આવશે, જેના પછી જ ચૂંટણીની તારીખો જાહેર થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
