મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ વિવાદિત ટિપ્પણી મુદ્દે માફી માંગી!
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેના પર વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ આ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
મુંબઈ : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તાજેતરમાં એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, જેના પર વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. આ સાથે જ આ વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યપાલ માફી માંગે તેવી માંગ પણ કરવામાં આવી હતી. આ ટિપ્પણી બાદ સોમવારે મહારાષ્ટ્રના રાજ્યપાલે પોતાના નિવેદન માટે માફી માંગી છે.

તમને જણાવી દઈએ કે, મુંબઈના અંધેરીમાં એક કાર્યક્રમમાં રાજ્યપાલે કહ્યું હતું કે, જો મહારાષ્ટ્ર, ખાસ કરીને મુંબઈ અને થાણેમાંથી ગુજરાતીઓ અને રાજસ્થાનીઓને હટાવવામાં આવે તો અહીં પૈસા બચશે નહીં. જેના માટે કોશ્યારીએ હવે માફી માંગી છે.
Maharashtra Governor Bhagat Singh Koshyari apologizes for his "If Gujaratis and Rajasthanis are removed from Maharashtra, especially Mumbai and Thane, no money would be left here..." at an event in Andheri, Mumbai pic.twitter.com/01VipRfbIO
— ANI (@ANI) August 1, 2022
કોશ્યારીએ 29મી જુલાઈએ પોતાના પત્રમાં લખ્યું કે, જાહેર કાર્યક્રમમાં કેટલાક સમુદાયોના યોગદાનની કદર કરવામાં મારી તરફથી કદાચ કેટલીક ભૂલ થઈ હતી. માત્ર મહારાષ્ટ્ર જ નહીં, સમગ્ર ભારતના વિકાસમાં દરેકનો ફાળો છે. આજે દેશ પ્રગતિ તરફ આગળ વધી રહ્યો છે, ખાસ કરીને સંબંધિત રાજ્યની ઉદારતા અને દરેકને સાથે લઈને ચાલવાની ઉજ્જવળ પરંપરાને કારણે.
કોશ્યારીએ આગળ લખ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં મને મહારાષ્ટ્રના લોકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે. મેં મહારાષ્ટ્ર અને મરાઠી ભાષાનું સન્માન વધારવાનો પૂરો પ્રયાસ કર્યો છે. પરંતુ જો આ ભાષણમાં મારાથી આકસ્મિક રીતે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આ ભૂલને મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યની તિરસ્કાર તરીકે લેવાની કલ્પના પણ કરી શકાતી નથી. તેમણે આગળ લખ્યું કે મહારાષ્ટ્રના મહાન સંતોની પરંપરામાં આ નમ્ર રાજ્ય સેવકને માફ કરીને તેઓ તેમનું વિશાળ હૃદયનો પરિચય આપશે!
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
