Maharashtra Election : મહારાષ્ટ્રના આ ઝોનમાં ભાજપ માટે આકરા ચઢાણ, જાણો શું કહે છે લેટેસ્ટ સર્વે?
Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ મહાવિકાસ અઘાડી માટે સારા સમાચાર છે. સતત મજબુત થઈ રહેલુ મહા વિકાસ અઘાડી મહારાષ્ટ્રમાં બીજેપીને હરાવી શકે છે.
હાલમાં જ લોકસભા ચૂંટણીમાં ખરાબ રીતે હાર્યા બાદ હવે બીજેપી અને મહાયુતિઓની પાર્ટીઓ માટે મોટી મુશ્કેલી છે. અહેવાલો અનુસાર, ચૂંટણીમાં શિંદે અને મહાયુતિ માટે મોટો પડકાર છે.

હાલમાં જ સામે આવેલા એમ્પિરિકલ અને માસ સર્વે અનુસાર, મહાવિકાસ અઘાડીએ વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પકડ જમાવી લીધી છે. બીજી તરફ મહાયુતિએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં તેની પકડ મજબૂત કરી છે.
વિદર્ભ, પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં મહાયુતિ નબળુ પડતા બીજેપી માટે મોટી મુશ્કેલી મનાય છે. અહીં 170 વિધાનસભા બેઠકો છે. સર્વેમાં અનુમાન છે કે મહાયુતિને 123 અને મહાવિકાસ અઘાડીને 152 બેઠકો મળી શકે છે.
જણાવી દઈએ કે, છેલ્લા 10 વર્ષમાં ભાજપે વિદર્ભમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ આ વખતે અહીં કોંગ્રેસની લહેર દેખાઈ રહી છે. સોયાબીન અને કપાસની ખેતી કરતા ખેડૂતો સરકારથી નારાજ છે. તેમનું કહેવું છે કે તેમને સમયસર વળતર મળ્યું નથી.
મરાઠવાડામાં ભાજપ માટે રસ્તો સરળ નથી. મનોજ જરાંગે પાટીલે ભાજપ માટે મુશ્કેલી વધારી છે. અહીં વિધાનસભાની 46 બેઠકો છે. આ સ્થિતિમાં જો મહાયુતિ જોરદાર રીતે ચૂંટણી નહીં લડે તો તેમના માટે ફરી સત્તામાં આવવું મુશ્કેલ બની જશે.
જણાવી દઈએ કે 2019ની ચૂંટણીમાં ભાજપને મરાઠવાડામાં 16 બેઠકો મળી હતી. જ્યારે ભાજપે 2019માં 15 બેઠકો જીતી હતી.
જો પશ્ચિમ મહારાષ્ટ્રની વાત કરીએ તો પુણેમાં ભાજપ મજબૂત છે. જો કે બારામતી, સતારા અને સોલાપુરમાં પાર્ટી નબળી છે. આ સ્થિતિમાં ભાજપ માટે આ પણ મોટો પડકાર છે. જો ભાજપ સત્તામાં પરત ફરવા માંગે છે તો તેમણે ત્રણેય ક્ષેત્રોમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
