Maharashtra Election 2024 : મહાયુતિ કે મહા વિકાસ અઘાડી? જાણો મહારાષ્ટ્રના દલિત વોટ કોને ફાયદો કરાવશે?
Maharashtra Election 2024 : દલિત વિરોધી પાર્ટી હોવાનો આરોપ બીજેપીને ભારે પડ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં ફરી એક વખત દલિત વોટ નિર્ણાયક સાબિત થઈ શકે છે.
2024 લોકસભા ચૂંટણીમાં સંવિધાન ખતરામાં હોવાનો નારો બીજેપી અને સહયોગી પાર્ટીઓ માટે મુસિબત બન્યો હતો. આ મુદ્દાએ બીજેપીને 240 સીટો પર લાવીને ઉભી રાખી દીધી હતી.

રાજ્યની 48 લોકસભા બેઠકોના પરિણામોનું વિશ્લેષણ દર્શાવે છે કે દલિતોના મોટાભાગના વોટ મહા વિકાસ અઘાડીને મળ્યા. આ જ કારણ છે કે ગઠબંધન મોટી જીત મેળવવામાં સફળ રહ્યું.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણી જેવી સ્થિતિ ટાળવા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધન, શિવસેનાના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને NCP તરફથી નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સક્રિય છે. તમામ દલિતોનો ભ્રમ દુર કરવાની કોશિશ કરી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં મહા વિકાસ અઘાડીએ રાજ્યમાં 30 બેઠકો જીતીને બીજેપીને શરમજનક સ્થિતીમાં મુકી દીધી હતી. મહાયુતિએ માત્ર 17 બેઠકો જીતી હતી. 48મી બેઠક પણ વિપક્ષી ગઠબંધન દ્વારા સમર્થિત ઉમેદવારને ગઈ છે.
ઈન્ડિયા બ્લોકની આગેવાની હેઠળની કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) અને શરદ પવારની NCP તે સમયે બંધારણ અને અનામત ખતરામાં હોવાના દાવાને વોટમાં બદલવામાં સફળ રહી હતી.
દલિત મતદારોના મનમાં વિપક્ષના દાવા અંગેનો ડર કેટલી હદે વસી ગયો હતો તેના પરથી જોઈ શકાય છે કે મહારાષ્ટ્રની 88 વિધાનસભા મતવિસ્તારોમાંથી જ્યાં દલિત મતદારોની સંખ્યા 15%થી વધુ છે તે 51 બેઠકો પર મહા વિકાસ અઘાડીને બહુમતિ મળી છે. લોકસભાની ચૂંટણીમાં એમવીએ લીડ મેળવી હતી. જ્યારે મહાયુતિ માત્ર 32 સીટો પર આગળ હતી.
2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 88 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ અને તેના સહયોગી શિવસેનાએ 46 બેઠકો જીતી હતી અને કોંગ્રેસ અને NSP માત્ર 33 બેઠકો પર જ સફળતા મેળવી શક્યા હતા.
લોકસભા ચૂંટણીમાં બી.આર. આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી હોવા છતાં બંધારણ બદલવાનો અને અનામત ખતમ કરવાનો ડર દલિતોના મનમાં એટલો ઘર કરી ગયો કે MVA જીતી ગઈ અને VBA પણ ફેલ રહી.
જો કે આમાંથી મહાર જેવી કેટલીક જાતિઓએ રાજકીય, શૈક્ષણિક અને આર્થિક રીતે સૌથી વધુ પ્રગતિ કરી છે. મહારોની સરખામણીમાં અન્ય નાની દલિત જાતિઓ હજુ પણ વધુ પછાત છે.
મહારાષ્ટ્રના દલિતોમાં આંબેડકરી જાતિઓ શરૂઆતથી પ્રભાવશાળી રહી છે, જેમાં મહાર સૌથી આગળ છે. બી.આર.આંબેડકરના પ્રભાવ હેઠળ મહાર સમુદાય બૌદ્ધ બન્યો છે.
દલિતો લગભગ 40% વસ્તી ધરાવે છે જેઓ બૌદ્ધ (મહાર) બન્યા છે, તેઓ સામાન્ય રીતે ભાજપ અને તેની સાથે જોડાયેલા પક્ષોનો મુખ્ય વિરોધ કરતા જોવા મળે છે.
ભાજપ અને તેના સહયોગીઓની નવી રણનીતિમાં માત્ર બાકીની નાની દલિત જાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે. આ માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અનુસૂચિત જાતિઓમાં પેટા વર્ગીકરણની ચર્ચા શરૂ કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે મહાર જેવી પ્રભાવશાળી દલિત જાતિઓ પણ આનો વિરોધ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
