મહારાષ્ટ્રમાં પરીક્ષા વિના પાસ થશે ધોરણ 1થી 8ના છાત્રો, પરીક્ષાઓ રદ્દ

શુક્રવારે મહારાષ્ટ્ર સરકારે ધોરણ 1થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે, બધા છાત્રોને પરીક્ષા વિના જ આગામી ધોરણમાં મોકલી દેવામાં આવશે

ભારત સહિત આખી દુનિયા અત્યારે કોરોના વાયરસ નામની મહામારી સામે જંગ લડી રહી છે. અત્યાર સુધી વાયરસ દુનિયાભરમાં લગભગ 10 હજારથી વધુ લોકોના મોતનુ કારણ બની ચૂક્યો છે. ભારતમાં સ્થિતિ કાબુની બહાર નથી પરંતુ રાહતની વાત પણ નથી. દેશમાં સંક્રમિત કુલ 195 કેસ સામે આવી ચૂક્યા છે અને આની સંખ્યા વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના કારણે આના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. અહીં 52 લોકો વાયરસથી સંક્રમિત છે.

exam

મહારાષ્ટ્ર સરકારે આ વાયરસ સામે લડવા માટે ઘણા મોટા નિર્ણયો કર્યા છે. શાળા, કોલેજો, મૉલ અને સાર્વજનિક સ્થળોને માર્ચના અંત સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. વળી, રાજ્યના 4 મોટા શહેરોને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન શુક્રવારે સરકારે ધોરણ 1થી 8 સુધીની પરીક્ષાઓ રદ્દ કરી દીધી છે, બધા છાત્રોને પરીક્ષા વિના જ આગામી ધોરણમાં મોકલી દેવામાં આવશે જ્યારે 9થી 11માં સુધીના છાત્રોની પરીક્ષાઓ એપ્રિલ બાદ કરાવવામાં આવશે. આ વાતની પુષ્ટિ મહારાષ્ટ્રના શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે કરી છે.

એક પ્રેસ કૉન્ફરન્સમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, મુંબઈ મહાનગર ક્ષેત્ર, પૂણે, પિંપરી-ચિંચવાડ, નાગપુરમાં 31 માર્ચ 2020 સુધી બધી દુકાનો(જરૂરી સિવાય) અને ઓફિસ બંધ રહેશે. તેમણે જણાવ્યુ કે રાજ્ય સરકારે મુંબઈ મહાનગર ક્ષેત્રમાં જરૂરી સેવાઓ અને સાર્વજનિક પરિવહન છોડીને સંપૂર્ણપણે બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ રજા નથી, ભીડથી બચો. રાજ્યમાં બેંક ખુલ્લી રહેશે. તમને જણાવી દઈએ કે આ વાયરસે હવે બૉલિવુડને પણ સંક્રમિત કરવાનુ શરૂ કરી દીધુ છે. હાલમાં જ લંડનથી પાછી આવેલી સિંગર કનિકા કપૂરનો કોરોના વાયરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. સિંગરે કહ્યુ કે મને છેલ્લા 4 દિવસથી ફ્લુના લક્ષણ હતા, મે જ્યારે ટેસ્ટ કરાવ્યો તો કોવિડ-19 પૉઝિટીવ આવ્યો. હું અને મારો પરિવાર ક્વૉરંટાઈનમાં છે અને બધી ચિકિત્સા સલાહ માની રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X