મહા વિકાસ અઘાડીમાં સીટ શેરિંગ ફૉર્મ્યુલાને લઈને વિવાદ વકર્યો, આ સીટો પર થઈ રહી છે ખેંચતાણ
Maharashtra Assembly Elections 2024: મહારાષ્ટ્ર વિધાનસભાની આવનારી ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિયપણે તેમની વ્યૂહરચના ઘડી રહ્યા છે. વિપક્ષ મહા વિકાસ આઘાડી(MVA)માં સીટ વહેંચણીની ફોર્મ્યુલા નક્કી થઈ નથી. ચૂંટણી નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં યોજાવા જઈ રહી છે.
મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)માં સીટ વહેંચણીને લઈને લાંબા સમયથી રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. વળી, મુંબઈની બેઠકો માટે મહા વિકાસ અઘાડીના ભાગ એવા શિવસેના યુટીબી, કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. મુંબઈની 36 વિધાનસભા બેઠકો પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

નોંધનીય છે કે મુંબઈમાં છ લોકસભા મતવિસ્તાર છે અને દરેકમાં છ વિધાનસભા બેઠકો છે, ત્યાં મહા વિકાસ અઘાડીમાં સામેલ પક્ષો વચ્ચે લડાઈ છે. કોંગ્રેસ પાર્ટી સાથે શિવસેનાનુ ઉદ્ધવ ઠાકરે જૂથ મહત્તમ બેઠકો પર ચૂંટણી લડવા માટે સ્પર્ધા કરી રહ્યું છે. ગઠબંધનની રાજનીતિ અને બેઠકોની વહેંચણીની વાટાઘાટો પૂરજોશમાં ચાલી રહી છે, જેમાં મુંબઈની 36 વિધાનસભા બેઠકો કેન્દ્રસ્થાને છે. હાલમાં, છ લોકસભા બેઠકોમાંથી, શિવસેના ઉદ્ધવ જૂથ, કોંગ્રેસ, ભાજપ અને શિવસેના (શિંદે) જૂથ પાસે એક-એક બેઠક છે.
શિવસેના ઉદ્ધવ જૂથે મુંબઈમાં 20 બેઠકો લડવાનું લક્ષ્ય રાખ્યું છે, જેમાં શિવરી, ભાયખલા, વરલી, માહિમ, ચેમ્બુર, ભાંડુપ પશ્ચિમ, વિક્રોલી, મગથાણે, જોગેશ્વરી પૂર્વ, દિંડોશી, અંધેરી પૂર્વ, કુર્લા, કાલીના, બાંદ્રા પૂર્વ, દહિસર, વડાલા, ઘાટકોપર પશ્ચિમ, ગોરેગાંવ, અનુશક્તિ નગર અને વર્સોવા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસ પાર્ટી, જે મહાવિકાસ અઘાડીનો ભાગ છે, તેણે મુંબઈની 18 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા કરવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ જે 18 બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે તેમાં ધારાવી, ચાંદીવલી, મુંબાદેવી, મલાડ પશ્ચિમ, સાયનનો સમાવેશ થાય છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદચંદ્ર પવાર જૂથની નજર 7 બેઠકો પર છે, અને અબુ આઝમીની આગેવાની હેઠળની સમાજવાદી પાર્ટી શિવાજીનગર માનખુર્દ માટે એક બેઠક મેળવવા માંગે છે. જોકે, મુંબઈની 36 બેઠકોના માળખામાં આ મહત્ત્વાકાંક્ષાઓને સમાવી લેવી એ એક મોટો પડકાર છે. મુંબઈમાં ભાયખલા, કુર્લા અને ઘાટકોપર પશ્ચિમ સહિત કુલ છ બેઠકો છે જ્યાં શિવસેના, યુબીટી અને કોંગ્રેસ વચ્ચે જંગ ચાલી રહ્યો છે.
આ સિવાય કુર્લા, વર્સોવા અને ઘાટકોપર પશ્ચિમ એમ ત્રણ બેઠકો છે જ્યાં ત્રણેય મુખ્ય પક્ષો ચૂંટણી લડવા માટે ઉત્સુકતા બતાવી રહ્યા છે. તેનાથી વિપરિત, મુલુંડ, વિલે પાર્લે, બોરીવલી, ચારકોપ, મલબાર હિલ એવી પાંચ બેઠકો છે જેના પર ત્રણમાંથી એક પક્ષ પણ ચૂંટણી લડવાનું ટાળી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
